અદાણી ગૃપ દુબઈની રિયલ એસ્ટેટ કંપની એમાર ગ્રુપનું ભારતીય યુનિટ ખરીદવા જઈ રહ્યું છે. આ ડીલ 1.4 બિલિયન ડૉલર એટલે કે લગભગ 12084 કરોડમાં ફાઈનલ કરવામાં આવી છે.


એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અદાણી રિયલ્ટી આ બિઝનેસમાં 400 મિલિયન ડોલર (લગભગ 3453 કરોડ રૂપિયા)નું રોકાણ પણ કરશે. અદાણી ગ્રુપ અને એમાર ગ્રુપ વચ્ચે આ ડીલને લઈને ચર્ચા ચાલી રહી છે. બ્લૂમ બર્ગે કહ્યું કે આ ડીલ આવતા મહીને ફાઈનલ થઈ જશે.

જાન્યુઆરીથી ચાલી રહી છે વાતચીત

આ ડીલ અંગે એમાર ગ્રુપ અને અદાણી ગ્રુપ વચ્ચે જાન્યુઆરીથી ચર્ચા ચાલી રહી છે. Emaar Group ભારતમાં Emaar India ના નામથી બિઝનેસ કરે છે. તેમનો બિઝનેસ દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ફેલાયેલો છે. અહીંયા પણ આ કંપની કોમર્શિયલ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે.

બુર્જ ખલીફા સિવાય આ તમામ ઈમારતો બનાવી ચૂકી છે કંપની

1997માં શરૂ થયેલી આ કંપનીનો બિઝનેસ 10 દેશોમાં ફેલાયેલો છે. તેણે ઘણા દેશોમાં મોટી ઇમારતો બનાવી છે. આ કંપનીએ વિશ્વની સૌથી મોટી અને ઉંચી ઈમારતક બુર્જ ખલીફા બનાવી છે. દુબઈનો સૌથી મોટો શોપિંગ મોલ દુબઈ મોલ પણ તેણે જ બનાવ્યો છે. આ સિવાય દુબઈ મરીનાના કીનારે ઘર અને દુકાનો, ડાઉનટાઉન દુબઈનો ફાઉન્ડેશન વાળો એરીયા, ભારમાં પામ ડ્રાઈવ ઈમરાલ્ડ હિલ્સ, ક્રિક હાબર્ર નવો પ્રોજેક્ટ , મિસ્ત્રમાં ટુરિઝમ રિસોર્ટ, કીંગ અબદુલ્લા સિટી અને દુબઈ હિલ્સ એસ્ટેટ બનાવ્યું છે.

અદાણી ગૃપનું રિયલ એસ્ટેટ થશે મજબૂત

એમ્માર ગ્રુપ સાથેની આ ડીલથી આ રિયલ્ટી સેક્ટરમાં ગૌતમ અદાણીની કંપનીની સ્થિતિ વધુ મજબૂત બનશે. અદાણી ગ્રુપ પાસે રિયલ એસ્ટેટ બિઝનેસમાં 24 મિલિયન સ્કેવર ફૂટ પ્રોપર્ટી છે. કંપની 61 મિલિયન સ્કેવર ફીટ એરિયા પર કન્ટ્રક્શન કરી રહી છે. 

  • Follow us on: