જો તમે કાર ખરીદવાનું વિચાર કરી રહ્યા છો. તો નવી SUV બજારમાં ધૂમ મચાવવા માટે આવી ગઇ છે. બુકિંગ શરૂ થઈ ગયું છે અને હવે તે ક્રેટા અને સીએરા જેવી લોકપ્રિય SUV સાથે સીધી સ્પર્ધા કરશે. નવી પેઢીની સેલ્ટોસ તેના પહેલાના મોડેલ કરતાં વધારે લાંબી, પહોળી અને વધુ spacious છે. તેની લંબાઈ લગભગ 4,460 mm, પહોળાઈ 1,830 mm અને ઊંચાઈ 1,635 mm છે. તેનું świeલુ ડિઝાઇન કિયાની લક્ઝરી SUV ટેલુરાઈડથી પ્રેરિત છે. આ વખતે સેલ્ટોસમાં 1.5-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ, 1.5-લિટર ટર્બો પેટ્રોલ અને 1.5-લિટર ડીઝલ – એ ત્રણેય એન્જિન વિકલ્પો રાખવામાં આવ્યા છે.
આજથી કરી શકો છો બુકિંગ
ગ્રાહકો આજથી જ માત્ર ₹25,000 ની ટોકન રકમ ચૂકવીને આ SUV બુક કરી શકે છે. બુકિંગ કિયાની સત્તાવાર વેબસાઇટ અથવા કોઈપણ કિયા ડીલરશીપ પર સરળતાથી કરી શકાય છે. આ કારની કિંમતની જાહેરાત 2 જાન્યુઆરીએ થશે જ્યારે ડિલિવરી જાન્યુઆરી 206 ના મધ્યથી શરૂ થશે. ખાસ કરીને સ્પોર્ટી X-Line વેરિઅન્ટ 2026 ના બીજા ભાગમાં લોન્ચ થવાની છે. આ નવા મોડેલમાં ડિઝાઇન, સુવિધાઓ અને ટેક્નોલોજીમાં મોટા સુધારા કરવામાં આવ્યા છે. કદમાં પણ નવું મોડેલ પહેલા કરતા વધારે મોટુ છે અને તો તે નવી ટાટા સીએરા કરતાં પણ લાંબુ છે.
કારની ડિઝાઇન
ડિઝાઇનની વાત કરીએ તો નવી કિયા સેલ્ટોસનું ફ્રન્ટ લુક સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. તેમાં વધુ મોટી અને ગ્લોસી બ્લેક ટાઇગર નોઝ ગ્રિલ, આઇસ ક્યુબ LED પ્રોજેક્શન હેડલેમ્પ, સ્ટાર મેપ DRL અને બોડી-કલર એક્સેન્ટ્સ સાથે ફોગ લેમ્પનો નવો લુક આપવામાં આવ્યો છે. SUVના સાઇડ પ્રોફાઈલને પણ વધુ સ્ટાઈલિશ બનાવવામાં આવ્યું છે, જેમાં નવા 18-ઇંચ ક્રિસ્ટલ-કટ એલોય વ્હીલ્સ, ફ્લશ-ફિટિંગ ડોર હેન્ડલ્સ અને જાડું ક્લેડિંગ તેને વધુ મજબૂત દેખાવ આપે છે. પાછળના ભાગમાં L-આકારના LED ટેલલેમ્પ્સ અને નવા સ્પોઇલર સાથે તેનો લુક વધુ આકર્ષક બન્યો છે.
કારની અંદરી ડિઝાઇન
પરિમાણોની વાત કરીએ તો આ SUV વધુ લાંબી અને પહોળી હોવાને કારણે અંદરની જગ્યા પણ વધુ મળી રહી છે. તેનો 2,690 mm વ્હીલબેઝ તેને તેના સેગમેન્ટમાં સૌથી લાંબા વ્હીલબેઝવાળી SUVમાંથી એક બનાવે છે. રંગોની બાબતમાં કંપનીએ ગ્રાહકોને 10 મોનોક્રોમ કલર્સ અને બે ડ્યુઅલ-ટોન વિકલ્પો દીધા છે, જેમાં મોર્નિંગ હેઝ, મેગ્મા રેડ અને ફ્રોસ્ટ બ્લુ જેવા નવા રંગોનો સમાવેશ થાય છે.
SUVનું ઈન્ટિરિયર
SUVનું ઈન્ટિરિયર પણ સંપૂર્ણ નવું બનાવવામાં આવ્યું છે. સૌથી પહેલું ધ્યાન ખેંચે છે તેનો ટ્રિપલ સ્ક્રીન લેઆઉટ જેમાં 12.3-ઇંચનો ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ, 12.3-ઇંચનો ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને 5.0-ઇંચનો HVAC ડિસ્પ્લે સમાવેશ થાય છે. નવું થ્રી-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ, વાયરલેસ એપલ કારપ્લે-એન્ડ્રોઇડ ઓટો, વાયરલેસ ચાર્જિંગ, 8-સ્પીકર બોસ સાઉન્ડ સિસ્ટમ, 64 કલર એમ્બિઅન્ટ લાઇટિંગ અને મેમરી ફંક્શન સાથેની પાવર ડ્રાઇવર સીટ જેવી પ્રીમિયમ સુવિધાઓ તેને તેના સેગમેન્ટમાં એક સ્ટેન્ડઆઉટ SUV બનાવે છે. OTA અપડેટ્સ અને કનેક્ટેડ કાર ટેક પણ તેમાં આપવામાં આવ્યા છે.
સલામતીમાં SUV ખૂબ આગળ
સલામતીની દૃષ્ટિએ પણ આ SUV ખૂબ આગળ છે. તેમાં 6 એરબેગ્સ, ABS, બ્રેક આસિસ્ટ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, વ્હીકલ સ્ટેબિલિટી મેનેજમેન્ટ, ISOFIX, હિલ સ્ટાર્ટ આસિસ્ટ અને ઓલ-વ્હીલ ડિસ્ક બ્રેક્સ આપવામાં આવ્યા છે. ઉપરાંત, તેમાં લેવલ-2 ADAS પણ છે, જે 21 અદ્યતન સુરક્ષા અને ડ્રાઈવર સહાય ફીચર્સ આપે છે.
કારનું એન્જિન
એેન્જિન વિકલ્પોની વાત કરીએ તો સેલ્ટોસમાં ત્રણ એન્જિન મળશે—1.5 NA પેટ્રોલ જે 115 bhp અને 144 Nm ટોર્ક આપે છે, 1.5-લિટર ટર્બો પેટ્રોલ જે 160 bhp અને 253 Nm ટોર્ક આપે છે, અને 1.5-લિટર ડીઝલ જે 116 bhp અને 250 Nm પાવર આપે છે. ટ્રાન્સમિશન વિકલ્પોમાં 6-સ્પીડ મેન્યુઅલ, CVT, 6-સ્પીડ iMT, 7-સ્પીડ DCT અને 6-સ્પીડ ઓટોમેટિક શામેલ છે.
આ પણ વાંચો : Auto News: ગાડીમાં કોણ લગાવી શકે છે BH સિરીઝ નંબર પ્લેટ? જાણો લાભ અને અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા