ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી રહી છે.વધતા ઇંધણના ભાવ ઓછા રનિંગ ખર્ચ અને પર્યાવરણીય જાગૃતિને કારણે EV ગ્રાહકોની પસંદગી બની છે.જાન્યુઆરી 2026ના વેચાણના આંકડા સામે આવ્યા છે. ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ સતત વધી રહી છે. આ મહિનાની ટોચની 5 બેસ્ટ સેલિંગ EV યાદીમાં ઘણા મુખ્ય નામો શામેલ છે. ચાલો તેમના પર વધુ માહિતી જાણીએ.


ટાટા નેક્સન EV

ટાટા નેક્સન EV યાદીમાં ટોચ પર હતું. જાન્યુઆરી 2026 માં, તેણે 3,098 યુનિટ વેચ્યા,જેનાથી તે મહિનાની નંબર-વન ઇલેક્ટ્રિક કાર બની. તેની મજબૂત રેન્જ, મજબૂત બિલ્ડ ગુણવત્તા અને ફીચર-પેક્ડ કેબિન તેની સફળતાના મુખ્ય કારણો છે. ટાટા નેક્સન EVની કિંમત રૂ.12.49 લાખથી શરૂ થાય છે, જેમાં ટોચનું મોડેલ રૂ17.49 લાખ સુધી જાય છે. Nexon EV 13 પ્રકારોમાં આવે છે.

MG Windsor EV

MG Windsor 2,567 ખરીદીઓ સાથે બીજા ક્રમે આવ્યું. આ મોડેલ ફેમિલી કાર ખરીદદારોમાં ઝડપથી લોકપ્રિયતા મેળવી રહ્યું છે. ખાસ કરીને તેના વિશાળ કેબિન અને વ્યવહારુ ડિઝાઇનને કારણે. MG Windsor EVની ભારતમાં શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત રૂ.13.50 લાખ થી રૂ13.99 લાખ (બેટરી સાથે) સુધીની છે, જ્યારે તેના ટોપ-ઓફ-ધ-લાઇન મોડેલની કિંમત રૂ 18.50 લાખ (એક્સ-શોરૂમ) સુધી છે. તે ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.

Tata Harrier EV

Tata Harrier EVએ ત્રીજું સ્થાન મેળવ્યું. તે મોટા ઇલેક્ટ્રિક SUV સેગમેન્ટમાં મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવ્યું છે. જાન્યુઆરીમાં 1,995 યુનિટનું વેચાણ તેની વધતી જતી લોકપ્રિયતા દર્શાવે છે. Tata Harrier EV ભારતમાં જૂન 2025 માં રૂ 21.49 લાખની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત સાથે લોન્ચ કરવામાં આવી હતી. આ ઇલેક્ટ્રિક SUV પ્રીમિયમ સુવિધાઓ અને 4×4 (AWD) ક્ષમતા સાથે આવે છે, અને તેના ટોપ વેરિઅન્ટની કિંમત રૂ.30 લાખ અને રૂ.32 લાખ (એક્સ-શોરૂમ) ની વચ્ચે છે.

Mahindra XEV 9e

Mhindra XEV 9e જાન્યુઆરી 2026માં 1,945 યુનિટ વેચાયા સાથે ચોથા ક્રમે છે. આ Mahindra ઇલેક્ટ્રિક SUV તેની શૈલી અને પ્રદર્શનથી ગ્રાહકોને આકર્ષિત કરી રહી છે. મહિન્દ્રા XEV 9e રૂ.21.90 લાખથી શરૂ થાય છે, અને ટોચના મોડેલની કિંમત રૂ.31.25 લાખ છે. XEV 9e 15 વેરિઅન્ટમાં આવે છે.

Tata Tiago EV

Tata Tiago EV પાંચમા ક્રમે છે, 1,223 યુનિટ વેચાયા છે. તેની સસ્તી કિંમત અને શહેરના ઉપયોગ માટે યોગ્ય કદ તેને એન્ટ્રી-લેવલ EV ખરીદદારોમાં લોકપ્રિય બનાવે છે. Tata Tiago EVની કિંમત રૂ.7.99 લાખથી શરૂ થાય છે અને રૂ.11.14 લાખ સુધી જાય છે. Tiago EV ચાર વેરિઅન્ટમાં આવે છે.

આ પણ  વાંચો - Auto News: નવા અવતારમાં પરત ફરી રહી છે 'કિંગ ઓફ રોડ્સ', એડવાન્સ ફીચર્સથી હશે સજ્જ


  • Follow us on: