જે પ્રશ્ને અત્યાર સુધી ઇલેક્ટ્રિક કાર ખરીદનારાઓને સૌથી વધુ પરેશાન કર્યા છે, BYD હવે એ જ પ્રશ્નનો જવાબ લઈને આવ્યું છે.ચાર્જિંગમાં લાગતો લાંબો સમય. ચીની કાર નિર્માતા BYD એ પોતાની નવી ફ્લેશ ચાર્જિંગ EV ટેક્નોલોજી સાથે એવો દાવો કર્યો છે, જે પેટ્રોલ પંપ પર લાગતા સમયને પણ પડકાર આપે છે. કંપનીના દાવા મુજબ, આ નવી ફ્લેશ ચાર્જિંગ ટેક્નોલોજીથી એક ઇલેક્ટ્રિક કાર માત્ર 5 મિનિટમાં એટલી ચાર્જ થઈ જશે કે લગભગ 400 કિમીની રેન્જ મળી શકે.


વાયરલ થયો રિયલ-વર્લ્ડ ડેમો

બિલ્ડ યોર ડ્રીમ (BYD)ની આ નવી ટેક્નોલોજીનો એક રિયલ-વર્લ્ડ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે બહુ ઓછા સમયમાં કાર ચાર્જ થતી બતાવે છે અને ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં BYDની ફ્લેગશિપ સેડાન Han L ને ચાર્જ થતી જોવા મળે છે. ક્લિપમાં કાર માત્ર 5 મિનિટમાં 10 ટકા પરથી 70 ટકા સુધી ચાર્જ થઈ જાય છે. આ દરમિયાન ચાર્જિંગ પાવર 746kW સુધી પહોંચી જાય છે, જે EV સ્ટાન્ડર્ડ્સની તુલનામાં અત્યંત વધુ છે. એટલે તમારી ચા પૂરી થાય એ પહેલાં જ ઇલેક્ટ્રિક કાર ચાર્જ થઈ જશે.

Super e-Platform

આ કમાલ પાછળ BYDનું નવું સુપર ઈ-પ્લેટફોર્મ છે. આ પેસેન્જર વાહનો માટે દુનિયાનું પહેલું માસ-પ્રોડ્યુસ્ડ ફુલ-ડોમેન 1000V હાઈ-વોલ્ટેજ આર્કિટેક્ચર છે. આ જ પ્લેટફોર્મ સાથે કંપનીની નવી Flash Charging Battery કામ કરે છે, જે 1000 એમ્પિયર સુધીનો ચાર્જિંગ કરંટ અને 10C ચાર્જિંગ રેટ જેવા રેકોર્ડ બનાવે છે.

ચિપ્સની વોલ્ટેજ રેટિંગ 1500V સુધી

સુપર ઈ-પ્લેટફોર્મ અને ફ્લેશ ચાર્જિંગ બેટરીનું આ કોમ્બિનેશન મળીને 1 મેગાવોટ એટલે કે 1000 કિલોવોટ સુધીની ચાર્જિંગ પાવર આપવા સક્ષમ છે. તેનો સીધો ફાયદો એ છે કે આ ટેક્નોલોજીથી સજ્જ ઇલેક્ટ્રિક વાહનો માત્ર 5 મિનિટમાં લગભગ 400 કિલોમીટરની CLTC ડ્રાઇવિંગ રેન્જ ઉમેરી શકે છે.

BYDનું કહેવું છે કે અલ્ટ્રા-હાઈ પાવર ચાર્જિંગ માટે કંપનીએ નેક્સ્ટ-જનરેશન ઓટોમોટિવ-ગ્રેડ SiC પાવર ચિપ્સ પોતે જ વિકસાવી છે અને તેનું મોટા પાયે ઉત્પાદન પણ શરૂ કરી દીધું છે. આ ચિપ્સની વોલ્ટેજ રેટિંગ 1500V સુધી છે, જેના કારણે આ ઇન્ડસ્ટ્રીની પ્રથમ માસ-પ્રોડ્યુસ્ડ ઓટોમોટિવ-ગ્રેડ SiC પાવર ચિપ્સ બની ગઈ છે, જેની વોલ્ટેજ ક્ષમતા અત્યાર સુધીની સૌથી વધુ માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ Auto News: બાઇક પ્રેમીઓ માટે 2026 હશે ખાસ; ભારતમાં લોન્ચ થશે આ 3 દમદાર પ્રીમિયમ બાઇક્સ


  • Follow us on: