આજના સમયમાં અવારનવાર કોઈને કોઈ નવી કાર લોન્ચ થતી રહે છે અને એવામાં ઘણા લોકો નવી ગાડી ખરીદવા માટે પોતાની જૂની કાર વેચી દે છે. પરંતુ અહીં એક વાત સમજવી જરૂરી છે કે ગાડી વેચવી એ માત્ર પૈસા અને ચાવીનો મામલો નથી. તેની સાથે કાનૂની જવાબદારીઓ પણ જોડાયેલી હોય છે.જો યોગ્ય રીતે પ્રોસેસ પૂરી કરવામાં ન આવે, તો બાદમાં ચલણ, અકસ્માત અથવા કોઈ ખોટા ઉપયોગની જવાબદારી જૂના માલિક પર આવી શકે છે. તેથી થોડી સાવધાની આગળ જતાં મોટી મુશ્કેલીથી બચાવી શકે છે. ગાડી વેચતી વખતે કેટલાક જરૂરી સ્ટેપ્સ જરૂર ફોલો કરવા જોઈએ.


આ ડોક્યુમેન્ટ્સ પૂરા કરવા જરૂરી

ગાડી વેચતી વખતે સૌથી પહેલા એ ધ્યાન રાખો કે તમામ જરૂરી દસ્તાવેજો પૂરા હોય. માત્ર મૌખિક સમજૂતી પર ભરોસો કરવો એ મોટી ભૂલ હોઈ શકે છે. Form 29 અને Form 30 જેવા જરૂરી ફોર્મ બંને પક્ષો પાસે યોગ્ય રીતે ભરાવો અને સહી કરાવો.આ સિવાય RC,ઇન્શ્યોરન્સ પેપર અને પોલ્યુશન સર્ટિફિકેટ પણ અપડેટ હોવા જોઈએ. ઘણા લોકો ઉતાવળમાં આ વસ્તુઓને અવગણે છે, પરંતુ આ જ પાછળથી પરેશાનીનું કારણ બને છે. જો કાગળો યોગ્ય રીતે પૂરા હશે, તો આગળની પ્રોસેસ સરળ અને સુરક્ષિત રહેશે.

ખરીદનારની ઓળખ જરૂર વેરિફાઈ કરો

ગાડી વેચતી વખતે ખરીદનારની ઓળખ વેરિફાઈ કરવી અત્યંત જરૂરી છે. હંમેશા તેનું આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા અન્ય કોઈ સરકારી આઈડી પ્રૂફની નકલ જરૂર લો. તેની સાથે જ એડ્રેસ પ્રૂફ પણ કન્ફર્મ કરો. આનાથી તમને એ ભરોસો રહેશે કે ગાડી સાચી વ્યક્તિને આપવામાં આવી રહી છે.

ટ્રાન્સફર અને વીમાની પ્રોસેસ પર રાખો નજર

ગાડી વેચ્યા પછી જવાબદારી ખતમ નથી થતી, પરંતુ અહીંથી જ અસલી કામ શરૂ થાય છે. એ જરૂર ચેક કરો કે ખરીદનારે RTO માં નામ ટ્રાન્સફરની પ્રોસેસ શરૂ કરી છે કે નહીં. જ્યાં સુધી RC તમારા નામે છે, ત્યાં સુધી કોઈ પણ ચલણ અથવા ઘટનાની જવાબદારી તમારા પર આવી શકે છે.આ સાથે જ વીમા કંપનીને પણ ગાડીના વેચાણની જાણકારી આપો, જેથી પોલિસી અપડેટ અથવા ટ્રાન્સફર થઈ શકે. ડિલિવરી રિસીટ (Delivery Receipt) જરૂર બનાવડાવો, જેમાં ગાડી સોંપવાની તારીખ અને સમય લખેલો હોય. આનાથી તમારી પાસે એક નક્કર પુરાવો રહે છે.

આ પણ વાંચો - Auto News: આ દમદાર SUV પર મળી રહ્યું છે રૂ.3.7 લાખ સુધીનું માતબર ડિસ્કાઉન્ટ, જાણો કયા મોડલ પર મળશે કેટલો ફાયદો


  • Follow us on: