સ્વિટ્ઝરલેન્ડની પ્રખ્યાત ટ્રેન નિર્માતા કંપની ‘સ્ટૅડલર’ (Stadler) અને ઈટાલીના સાર્દિનિયા ટાપુના ટ્રાન્સપોર્ટ ઓપરેટર ARST એ મળીને રેલવે ક્ષેત્રે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે.બંને કંપનીઓએ સાથે મળીને વિશ્વની સૌપ્રથમ હાઈડ્રોજનથી ચાલતી નેરો-ગેજ ટ્રેન રજૂ કરી છે.પર્યાવરણને અનુકૂળ અને હાઈ-ટેક ફીચર્સથી સજ્જ આ ટ્રેનો વર્ષ 2028 થી મુસાફરો માટે શરૂ કરવાની યોજના છે.
પર્યાવરણને થશે મોટો ફાયદો
સ્ટૅડલર કંપનીના જણાવ્યા અનુસાર સાર્દિનિયામાં આવી 10 હાઈડ્રોજન ટ્રેનો દોડવાથી દર વર્ષે 2,100 ટનથી વધુ કાર્બન ડાયોક્સાઈડ (CO2) ગેસનું ઉત્સર્જન અટકશે.આ પ્રદૂષણ કોઈ કાર દ્વારા પૃથ્વીના 450 ચક્કર લગાવવા બરાબર છે. સૌથી મહત્વની વાત એ છે કે આ ટ્રેન ધુમાડાને બદલે માત્ર પાણીની વરાળ (Water Vapor) છોડશે, જેનાથી પ્રદૂષણ બિલકુલ નહી થાય.આ ટ્રેન માટે જરૂરી હાઈડ્રોજન ગેસ સાર્દિનિયામાં જ 100 ટકા સોલર પાવરની મદદથી તૈયાર કરવામાં આવશે. ટ્રેનની વચ્ચે એક ખાસ 'પાવર પેક' ડબ્બો હશે, જેમાં હાઈડ્રોજન ટેન્ક અને ફ્યુઅલ સેલ્સ હશે, જે ચાલુ ટ્રેને બેટરી ચાર્જ પણ કરી શકાશે.
