અમેરિકન અબજોપતિ એલોન મસ્કની ઓટોમોબાઇલ કંપની ટેસ્લા (Tesla) એ ટેકનોલોજી અને ઓટોમોબિલ ક્ષેત્રે એક અદ્ભુત પરાક્રમ કરીને સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધું છે. મૂળ પ્રોટોટાઇપ રજૂ થયાના લગભગ નવ વર્ષ બાદ, ટેસ્લાએ તેની નેક્સ્ટ જનરેશન 'રોડસ્ટર' (Roadster) સ્પોર્ટ્સ કારનું અનાવરણ કર્યું છે. યુએસએના ટેક્સાસમાં આવેલા સ્પેસએક્સ (SpaceX) રોકેટ પરીક્ષણ મથક ખાતે આયોજિત આ કાર્યક્રમમાં આ સુપરકારે હવામાં ઉડીને અને રોમાંચક ફ્લિપ્સ (સમરસલ્ટ) કરીને પ્રદર્શન કર્યું હતું.

રેમ્પ પરથી સ્પીડ પકડીને હવામાં ઉડી કાર

ટેસ્લા અને સ્પેસએક્સના એન્જિનિયરો દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલી આ ટુ-સીટર ઇલેક્ટ્રિક કારમાં અત્યાધુનિક 'એર થ્રસ્ટર્સ' (Air Thrusters) લગાવવામાં આવ્યા છે. લોન્ચિંગ શો દરમિયાન આ કારે એક રેમ્પ પરથી સ્પીડ પકડીને હવામાં સંપૂર્ણપણે ઊંધી ઉડાન ભરી હતી અને ત્યારબાદ નિયંત્રિત રીતે પલટી મારીને (ફ્લિપ કરીને) જમીન પર સલામત રીતે લેન્ડિંગ કર્યું હતું. એટલું જ નહીં, રસ્તામાં ઊભેલા ચારથી પાંચ મોટા ટ્રકોની ઉપરથી પોતાના થ્રસ્ટર્સની મદદથી હવામાં ઉડીને તેમને પાર કરી બતાવ્યા હતા. આ નઝારો કોઈ હોલીવુડની સાયન્સ ફિક્શન ફિલ્મ જેવો લાગતો હતો.
https://x.com/elonmusk/status/2110913107094606330?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2110913107094606330%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

ટેસ્લાની છેલ્લી મેન્યુઅલ ડ્રાઇવ કાર

એલોન મસ્કના જણાવ્યા મુજબ, આ ટેસ્લાની છેલ્લી મેન્યુઅલ ડ્રાઇવ કાર હશે, એટલે કે તેને માનવ દ્વારા ચલાવવામાં આવશે. કંપનીનો દાવો છે કે તે વિશ્વની સર્વશ્રેષ્ઠ મેન્યુઅલ સુપરકાર સાબિત થશે. સ્પીડના મામલે આ કાર બધા જ રેકોર્ડ તોડે તેવી ક્ષમતા ધરાવે છે. તે માત્ર ૧.૦ સેકન્ડથી પણ ઓછા સમયમાં 0 થી 60 mph (એટલે કે આશરે 0 થી 96 કિમી/કલાક) ની સુપરફાસ્ટ ઝડપ પકડી શકે છે.
https://x.com/elonmusk/status/2110923689797808453?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2110923689797808453%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

અલગ-અલગ ડ્રાઇવિંગ મોડ્સ જાહેર કર્યા

આ સુપરકારની ટોપ સ્પીડ 370 કિમી/કલાક (230 mph) છે. કારના નીચેના ભાગમાં એક ખાસ ફેન સિસ્ટમ આપવામાં આવી છે, જે તેને કોર્નરિંગ વખતે 2g સુધીનું ઉત્કૃષ્ટ ટ્રેક્શન પ્રદાન કરે છે. ટેસ્લાએ આ કાર માટે ત્રણ અલગ-અલગ ડ્રાઇવિંગ મોડ્સ જાહેર કર્યા છે. ટેસ્લા કંપનીને આશા છે કે આ અદભુત ફ્લાઇંગ પ્રદર્શનથી તેના કાર બિઝનેસને એક નવી જ ઊંચાઈ મળશે. આ અનોખી ઇલેક્ટ્રિક સુપરકારનું વ્યાપારી ઉત્પાદન વર્ષ 2028 થી શરૂ કરવાની યોજના બનાવવામાં આવી છે.

આ પણ વાંચોઃ હું યહૂદીઓને ગોળી મારવા માંગુ છું...હમાસના વડાના 10 વર્ષના પુત્રનો અજીબ પત્ર સામે આવ્યો