- મે મહિનામાં લોકસભા ચૂંટણીને લઈ રજાનું વિશેષ આયોજન
- આરબીઆઈએ બેંકોની રજાઓની યાદીને લઈ નોટિફિકેશન મોકલાવ્યું
- અખાત્રીજ, બુદ્ધ પૂર્ણિમા તેમજ બીજા અને ચોથા શનિવારને લઈ રજા લંબાશે
બીજા અને ચોથા શનિવાર તેમજ રવિવારની રજાઓ સહિત મે મહિનામાં ઓછામાં ઓછા 14 દિવસ સુધી SBI સહિત તમામ રાષ્ટ્રીયકૃત બેંકોમાં કોઈ કામ થશે નહીં. જે મતવિસ્તારમાં મતદાન થઈ રહ્યું છે ત્યાં બેંકો સહિત તમામ કચેરીઓમાં રજા રહેશે.
મે મહિનો શરૂ થવામાં હવે બે દિવસ બાકી છે ત્યારે આગામી નવા મહિનામાં બેંકોમાં કેટલી રજાઓ હશે તે અંગે ચર્ચા જાગી છે. મે-2024માં ઓછામાં ઓછા 14 દિવસ બેંકો બંધ રહેશે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિતની તમામ રાષ્ટ્રીયકૃત બેંકોમાં બીજા અને ચોથા શનિવાર તેમજ રવિવારની રજાઓ સહિત મે મહિનામાં ઓછામાં ઓછા 14 દિવસ સુધી કોઈ કામ રહેશે નહીં. આ ઉપરાંત મતદાનના દિવસે મતવિસ્તારમાં બેંકો સહિત તમામ કચેરીઓમાં રજા રહેશે. જ્યારે, કેટલાક રાજ્યોમાં સ્થાનિક તહેવારોની રજાઓ પણ હોઈ શકે છે.
બેંકોના રજા કેલેન્ડર ભારતીય રિઝર્વ બેંક અને સંબંધિત રાજ્ય સરકારો દ્વારા નક્કી કરવામાં આવે છે. બેંકોની પ્રાદેશિક રજાઓ વિવિધ રાજ્યોના સ્થાનિક રિવાજોના આધારે બદલાય છે.
મે-2024માં રજાઓની સંપૂર્ણ યાદી
| તારીખ |
| બેંકમાં રજા |
| 1 મે |
| ગુજરાત, મહારાષ્ટ્ર દિન |
| 5 મે | | રવિવાર |
| 7 મે | | લોકસભા ચૂંટણી હોવાથી અમદાવાદ, ભોપાલ, ગોવા, રાયપુરમાં બેંકો બંધ રહેશે |
| 8 મે |
| પશ્ચિમ બંગાળમાં રવીન્દ્રનાથ ટાગોરનો જન્મદિવસ હોવાથી બેંકો બંધ |
10 મે
|
| અખાત્રીજની રજા |
| 11 મે |
| બીજો શનિવાર બેંકો બંધ |
| 12 મે |
| રવિવાર હોવાથી બેંકો બંધ |
| 13 મે |
| લોકસભા ચૂંટણી હોવાથી શ્રીનગરમાં બેંકો બંધ |
| 16 મે |
| રાજ્ય દિવસ હોવાથી ગંગટોકમાં બેંકો બંધ |
| 19 મે |
| રવિવાર હોવાથી બેંકો બંધ |
| 20 મે |
| લોકસભા ચૂંટણીને લીધે મહારાષ્ટ્રના બેલાપુરમાં રજા |
| 23 મે |
| વૈશાખ પૂનમ, બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે બેંકમાં રજા.. કાનપુર, કોલકાતા, દહેરાદૂન, અગરતલા, લખનઉ, નવી દિલ્હીમાં બેકો બંધ |
| 25 મે |
| ચોથો શનિવાર હોવાથી બેંકમાં રજા |
| 26 મે |
| રવિવારને લીધે દેશની બેંકોમાં રજા |
ઓનલાઈન બેંકિંગ સુવિધાઓ, એટીએમ પર કોઈ અસર નહીં
આ રજાઓમાં પણ બેંક ગ્રાહકોને ઓનલાઈન બેંકિંગ અને એટીએમની સુવિધા મળતી રહેશે. બેંકની તમામ રજાઓ અને સપ્તાહાંત દરમિયાન ઓનલાઈન બેંકિંગ સેવાઓ કોઈપણ વિક્ષેપ વિના ચાલુ રહેશે. મહત્વપૂર્ણ વ્યવહારો માટે તમે બેંકની વેબસાઇટ, મોબાઇલ એપ અથવા એટીએમનો ઉપયોગ કરીને બેંક સંબંધિત કામ સરળતાથી કરી શકો છો.