બીએસએનએલે પોતાના કરોડો યુઝર્સને ફરી એકવાર ખુશીના મૂડમાં લાવી દીધા હતા. સરકાર હસ્તની આ કંપનીએ યુઝર્સ માટે ઘણા સસ્તા પ્લાન કર્યા છે. જેમાં અનલિમિટેડ કોલિંગની સાથે ઘણા ફાયદા પણ મળે છે. ભારત સંચાર નિગમ લિમિટેડે ગત કેટલાક મહિનાઓમાં પોતાના નેટવર્કને મોટાપાયે અપગ્રેડ કર્યું છે. સરકારી ટેલિકોમ કંપનીએ અત્યાર સુધી 25 હજાર કરતાં વધુ 4G ટાવર લગાવી દીધા છે. હજી આગામી કેટલાક મહિનાઓમાં એખ લાખ નવા ટાવર લગાડવાનો ટાર્ગેટ રાખ્યો છે. જેના લીધે યુઝર્સને જલ્દી સારી કનેટ્કિવિટી મળશે.


બજારની અન્ય ખાનગી કંપનીઓએ જુલાઈમાં પોતાના મોબાઈલ ટેરિફ વધારવાની જાહેરાત કરી હતી. જે બાદ ઘણા યુઝર્સે સરકારી કંપનીમાં પોતાનો નંબર પોર્ટ કરાવી લીધો છે. બીએસએનએલે યુઝર્સ માટે એક એવા પ્લાનની જાહેરાત કરી છે, જેમાં સંપૂર્ણ 160 દિવસની વેલિડિટી મળે છે અને યુઝર્સને વધુ પૈસા પણ ખર્ચવા નથી પડતા.

બીએસએનએલનો 160 દિવસનો પ્લાન

ભારત સંચાર નિગમ લિમિટેડનો આ રિચાર્જ પ્લાન 997 રૂપિયાનો આવે છે. આ પ્લાનમાં યુઝર્સને આખા મહિના માટે 200 રૂપિયાનો ખર્ચ આવે છે. બીએસએનએલના આ પ્લાનમાં યુઝર્સને દેશના કોઈપણ ટેલિકોમ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલિંગનો લાભ મળે છે. બીએસએનએલના આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 2GB ડેટા અને 100 ફ્રી SMSનો લાભ મળે છે. એટલે કે, યુઝર્સને કુલ 320GB હાઈ સ્પીડ ડેટા મળશે.

BSNLના આ રિચાર્જ પ્લાનમાં આ ઉપરાંત યુઝર્સને ફ્રી નેશનલ રોમિંગનો પણ લાભ મળશે. એટલું જ નહિ યુઝર્સને કંપની તરફથી BSNL Tunes, Zing Music સહિત ઘણી વેલ્યૂ એડેડ સર્વિસેઝનો પણ લાભ અપાશે. BSNLનો આ રિચાર્જ પ્લાન કંપનીની સત્તાવાર વેબસાઈટ સાથે સેલ્ફ કેર એપ પર પણ ઉપલબ્ધ છે. બીએસએનએલ યુઝર્સ આ સિવાય પોતાના નજીકના રિટેલ સ્ટોરથી પણ આ પ્લાનનું રિચાર્જ કરી શકો છે.

  • Follow us on: