• કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ બજેટ રજૂ કરશે
  • બજેટ પહેલા હલવા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું
  • નિર્મલા સીતારમણે મંત્રાલયના અધિકારીઓને હલવો પીરસ્યો હતો

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણએ બજેટ રજૂ કરતા પહેલા મંગળવારે નાણા મંત્રાલયના નોર્થ બ્લોકમાં હલવા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવ્યો છે, જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે મંત્રાલયના અધિકારીઓને હલવો પીરસ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી ડો. ભગવત કિશનરાવ કરાડ, પંકજ ચૌધરી અને નાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.બજેટ 23 જુલાઈએ લોકસભામાં રજૂ કરવામાં આવશે.

હલવા સેરેમનીનું મહત્વ

બજેટ સંબંધિત તમામ કામ પૂર્ણ થયા બાદ નાણામંત્રી દ્વારા હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવે છે. આ હલવા સેરેમનીનો અર્થ છે કે બજેટને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. હવે તેનું પ્રિન્ટિંગ કામ શરૂ થઈ ગયું છે. આ સેરેમનીમાં બજેટ તૈયાર કરનાર મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવે છે. આ પછી આ હલવો નાણામંત્રી પોતે તમામ કર્મચારીઓ, પ્રિન્ટિંગ કામ સાથે જોડાયેલા કર્મચારીઓ અને નાણા અધિકારીઓને વહેંચે છે.

બજેટ બનાવવા સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને ન તો ફોન પર વાત કરવાની છૂટ છે, ન તો તેઓ ઘરે જઈ શકે છે અને ન તો તેમની પાસે મોબાઈલ ફોન હોય છે. એટલું જ નહીં, કોઈને પણ ઓફિસ પરિસરની બહાર જવાની પરવાનગી નથી.નાણામંત્રી લોકસભામાં તેમનું બજેટ ભાષણ પૂરું કરે પછી જ તેઓ બહાર આવે છે.એનો હેતુ બજેટને ગોપનીય રાખવાનો છે.

કેટલા પ્રકારના હોય છે બજેટ

બજેટ શું હોય છે? આ પહેલા બજેટ કેટલા પ્રકારના હોય છે તેના વિશે જાણવું જરુરી છે. ભારતમાં બજેટ મુખ્યત્વે ત્રણ કેટેગરીમાં હોય છે, જેમાં સંતુલિત બજેટ, સરપ્લસ બજેટ અને ડેફિસિટ બજેટનો સમાવેશ કરવામાં આવે છે. જેમાં બેલેન્સ્ડ બજેટમાં ઈન્કમ અને ખર્ચની માત્રાનું સામાન્ય હોવી જરૂરી છે. વળી, સરપ્લસ બજેટમાં સરકારની આવક ખર્ચ કરતાં વધુ હોય છે. ડેફિસિટ બજેટમાં સરકારના ખર્ચ તેની આવક કરતા વધુ હોય છે. આ પહેલા કેન્દ્રીય નાણામંત્રીએ પહેલી ફેબ્રુઆરી 2024ના સવારે 11 કલાકે સંસદમા વચગાળાનું બજેટ 2024-2025 રજુ કર્યું હતું. વર્ષ 2001માં પહેલીવાર સવારે 11 કલાકે રજૂ કરવામાં આવ્યું હતું. બાજપેયી સરકાર આવ્યા પહેલા સાંજે પાંચ વાગે બજેટ રજૂ કરાતું હતું, પરંતુ યશવંત સિન્હાએ આ પ્રથાને તોડીને સવારે 11 કલાકે બજેટ રજૂ કરવાની પરંપરાની શરુઆત કરી હતી.

  • Follow us on: