કેન્દ્ર સરકારે તાજેતરમાં ખાદ્યતેલની ઈમ્પોર્ટ ડ્યૂટીમાં વધારો કર્યો છે. જે બાદ ફૂડ ઓઈલ પ્રોસેસર્સ પાસે છૂટક કિંમત ન વધારવા જણાવ્યું છે. આના લીધે ઓછી ડયૂટી પર મોકલેલા ખાદ્યતેલનો પૂરતો સ્ટોકને ઉપલબ્ધ થવાનું છે. ખાદ્ય મંત્રાલયે કહ્યું કે ઓછી ડ્યુટી પર સરળતાથી આયાત કરેલ સ્ટોક 45થી 50 દિવસ સુધી ચાલશે. અને આ માટે પ્રોસેસર્સને મેક્સિમ રિટેલ પ્રાઈસ એટલે કે એમઆરપી વધારવાથી બચવું જોઈએ. ગત અઠવાડિયે કેન્દ્રએ ઘરેલું તેલીબિયાંના ભાવને સપોર્ટ કરવા માટે જુદાજુદા ખાદ્યતેલો પર મૂળ કસ્ટમ ડયૂટી વધારી હતી.


સરકારે વધાર્યો ટેક્સ

આ મહિનાની 14 તારીખથી પ્રભાવી કાચા સોયાબીન તેલ, કાચું પામોલિન તેલ અને કાચુ સૂરજમૂખી તેલ પર બેઝિક કસ્ટમ ડયૂટીને શૂન્યથી વધારીને 20 ટકા કરી દીધી છે. આનાથી કાચા તેલો પર પ્રભાવી ચાર્જ 27.5 ટકા થયો છે. આ ઉપરાંત રિફાઈન્ડ તેલ, રિફાઈન્ડ સૂરજમુખી તેલ અને રિફાઈન્ડ સોયાબીન તેલ પર બેઝિક કસ્ટમ ડયૂટી 12.5 ટકાથી વધારીને 32.5 ટકા કરી દીધો છે. જેનાથી રિફાઈન્ડ તેલો પર પ્રભાવી ચાર્જ 35.75 ટકા થઈ ગયો છે.

સ્ટોકની અછત નથી

મંગળવારે ખાદ્ય સચિવે ત્રણ જુદાજુદા વિભાગોની બેઠક બોલાવી હતી. પ્રતિનિધિઓની સાથે કિંમત નક્કી કરવાની રણનીતિ માટે બેઠકની અધ્યતા કરી હતી. ત્યારબાદ એક સરકારની નિવેદનમાં કહ્યું કે, ખાદ્યતેલ સંઘોને એ નક્કી કરવાની સલાહ આપી કે ઝીરો ટકા અને 12.5 ટકા મૂલ બીસીડી પર આયાતી ખાદ્યતેલ સ્ટોકની ઉપલબ્ધતા રહેવા સુધી દરેક તેલની એમઆરપી યથાવત રાખવામાં આવે અને પોતાના સભ્યોની સાથે આ મુદ્દો તરત ઉઠાવવામાં આવે.

45થી 50 દિવસ સુધી ચાલશે સ્ટોક

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકારને એ પણ ખબર છે કે ઓછા ચાર્જ પર આયાતી ખાદ્યતેલને આશરે 30 ટકા લાખ ટન સ્ટોક છે. 45થી 50 દિવસની ઘરેલું વપરાશ માટે પૂરતો છે. ભારત ઘરેલું માંગને પૂર્ણ કરવા માટે મોટા પ્રમાણમાં ખાદ્યતેલોને આયાત કરે છે. આયાત પર નિર્ભરતા કુલ જરૂરિયાતોના 50 ટકાથી વધુ છે. ખાદ્ય મંત્રાલયે જણાવ્યું કે આયાત ડયૂટી વધારવા નિર્ણય ઘરેલું તેલીબિયાં ખેડૂતોને પ્રોત્સાહન 

  • Follow us on: