• વેબસાઈટની મદદથી ઝડપથી થશે કામ
  • અપડેટ આધાર ઓનલાઈન પર ક્લિક કરો
  • 50 રૂપિયાની ફી ભરી ઘરે બેઠા થશે કામ

આધાર કાર્ડ દરેક વ્યક્તિ માટે જરૂરી ડોક્યુમેન્ટ છે. સ્કૂલ-કોલેજથી લઈને કોઈપણ સરકારી યોજનાને માટે આધારકાર્ડની જરૂર રહે છે. અનેક વાર જોબ ટ્રાન્સફરના કારણે કે પછી ભાડાનું ઘર બદલાઈ જવાના કારણે તમારે આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ કરવાની જરૂર રહે છે. જો તમારે તેમાં ઘરનું એડ્રેસ ચેન્જ કરાવવું છે તો તમે જાતે જ આ સરળ પ્રોસેસ કરી શકો છો. તો જાણો શું કરવાનું રહેશે.

આ રીતે કરો આધાર કાર્ડનું એડ્રેસ અપડેટ

  • સૌથી પહેલા તો તમે યૂઆઈડીએઆઈની વેબસાઈટ https://myaadhaar.uidai.gov.in/ પર જાઓ.
  • આધાર નંબર અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર લખો. એકવાર કર્યા પછી ઓટીપી ઓપ્શન પર ક્લિક કરો.
  • યૂઝરને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી મળશે. ઓટીપી લખો અને લોગ ઈન પર ક્લિક કરો.
  • હવે નવું પેજ ખુલશે અને સ્ક્રોલ કરો. એડ્રેસ અપડેટ ઓપ્શન પસંદ કરો.
  • અપડેટ આધાર ઓનલાઈન પર ક્લિક કરો.
  • આ પ્રોસેસ પૂરું થશે તો યૂઝરે આધાર અપડેટ કરવાની પ્રોસેસને પસંદ કરવાની રહેશે. આ એ પ્રક્રિયા છે જે એક પેજ પર ફરી દેખાશે. જેમાં તમે ફીલ્ડ પસંદ કરી શકો છો. જે બાબતો ચેન્જ કરવા ઈચ્છો છો તેને પસંદ કરો. એડ્રેસ ચેન્જ માટે તેની સાથે જોડાયેલા વિકલ્પની પસંદગી કરો.
  • એડ્રેસ ઓપ્શનની અંદર યૂઝરને હાલનું એડ્રેસ દેખાશે. તેની નીચે ડિટેલ્સ અપડેટ કર્યા બાદ સેક્શનમાં નવું એડ્રેસ લખવાનુ રહેશે.
  • નવું એડ્રેસ લખ્યા બાદ યૂઝરને આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ કરવા સંબંધિત તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે.
  • જો કોઈ વધારે એડિટની આવશ્યકતા છે તો યૂઝરને એક પ્રીવ્યૂ પેજ પર નિર્દેશિત કરાશે જ્યાં તે અંતિમ કામ કરી શકે છે.
  • હવે અન્ય પેજ પર ક્લિક કરો. અહીં એસઆરએન નંબર મળશે જે ભવિષ્ય માટે યાદ રાખવાનો રહેશે.
  • હવે તમે જરૂરી એડ્રેસ ચેન્જ ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે 50 રૂપિયાની ફી ભરવાનું કહેવામાં આવશે.
  • ફી ભર્યા બાદ તમારી પ્રોસેસ પૂરી થશે અને તમારું એડ્રેસ ચેન્જ થઈ જશે. 

  • Follow us on: