• ન્યૂ ટેક્સ રીજીમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનને લઈને અપાયો ફાયદો
  • ફેમિલી પેન્શનરોને રૂ. 15,000 સુધીની મળી શકે છે ટેક્સ છૂટ
  • જૂની વ્યવસ્થામાં બચતથી લઈને હોમ લોન સુધીનો મળે છે લાભ

ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ નજીક આવી રહી છે. જો તમે મૂંઝવણમાં હોવ કે જૂની પદ્ધતિ અથવા નવી પદ્ધતિ હેઠળ કઈ ટેક્સ છૂટ માટે સારી છે તો અહીં તમે જાણી શકશો કે તમે કઈ વ્યવસ્થા હેઠળ કયા આવકવેરામાં છૂટ મેળવી શકો છો. પહેલાની વ્યવસ્થાને જૂની પદ્ધતિ કહેવાય છે તો નવી આવેલી રીતને નવી કર વ્યવસ્થાથી જાણીતી છે. તો જાણો શું છે ખાસ.

નવી કર વ્યવસ્થામાં શું મળે છે ફાયદા

ન્યૂ ટેક્સ રીજીમમાં 2023-24ના બજેટમાં ફેરફાર કરાયા હતા. તો સૌથી મોટો ફાયદો સ્ટાન્ડર્ડ ડિડક્શનને જોડીને અપાયો હતો. આ ઈફેક્ટિવ રીતે લોકોની 7.5 લાખ રૂપિયાની ઈન્કમ ટેક્સ ફ્રી થઈ જાય છે. આ સિવાય કેટલાક અન્ય ડિડક્શન પણ આ ટેક્સ રીજીમમાં મળે છે. નવી કર વ્યવસ્થામાં, કલમ 10(10C) હેઠળ સ્વૈચ્છિક નિવૃત્તિ માટે કર લાભ ઉપલબ્ધ છે. આ કર મુક્તિ ગ્રેજ્યુઇટી અને રજા રોકડ રકમ માટે દાવો કરી શકાય છે.

પેન્શનર્સને મળશે ફાયદો

આ સિવાય ફેમિલી પેન્શનરો તેમના પેન્શનના એક તૃતીયાંશ, વધુમાં વધુ રૂ. 15,000 સુધીની ટેક્સ છૂટનો દાવો કરી શકે છે. જ્યારે પગારદાર વ્યક્તિઓ કલમ 80CCD(2) હેઠળ NPS ખાતામાં નોકરીદાતાના યોગદાન પર કર મુક્તિ મેળવી શકે છે.

જૂની કર વ્યવસ્થામાં મળે છે અનેક ફાયદા

જૂની કર વ્યવસ્થામાં અનેક પ્રકારની કર મુક્તિઓ ઉપલબ્ધ છે. જેમાં બચતથી લઈને હોમ લોન સુધીની તમામ બાબતોનો સમાવેશ થાય છે.

  • આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ, તમે તમારી બચત જેવી કે FD, ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડ, ELSS પર કર મુક્તિનો દાવો કરી શકો છો. તેની મહત્તમ મર્યાદા 1.5 લાખ રૂપિયા છે.
  • 80CCC હેઠળ, તમે નવી વીમા પૉલિસી અથવા પૉલિસી રિન્યુઅલના પ્રીમિયમ પર કર મુક્તિ મેળવી શકો છો. આ 80Cની રૂ. 1.5 લાખની મર્યાદાનો એક ભાગ છે.
  • 80CCD(1), 80CCD(1B) અને 80CCD(2) હેઠળ, તમે અટલ પેન્શન યોજના, રાષ્ટ્રીય પેન્શન યોજના વગેરેમાં યોગદાન પર કર મુક્તિ મેળવી શકો છો. આ 80C ની મર્યાદાનો પણ એક ભાગ છે, જો કે 80CCD(1B) હેઠળ, NPS યોગદાન પર 50,000 રૂપિયાની વધારાની કર મુક્તિનો દાવો કરી શકાય છે.
  • ઈન્કમ ટેક્સ સેક્શન 80D, 80DD, 80DDB અને 80U હેઠળ, તમે હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર 25,000 રૂપિયા સુધીની ટેક્સ છૂટનો દાવો કરી શકો છો. જોકે, વરિષ્ઠ નાગરિકો માટે આ મર્યાદા 50,000 રૂપિયા સુધી છે.
  • કલમ 80E હેઠળ એજ્યુકેશન લોન પર ચૂકવેલા વ્યાજ પર ટેક્સ છૂટ મેળવી શકો છો.
  • કલમ 80G હેઠળ રાજકીય પક્ષ અથવા ચેરિટેબલ ટ્રસ્ટને દાન આપો છો તો તેના પર ટેક્સ છૂટ મેળવી શકો છો.
  • કલમ 80GG હેઠળ પગારની સાથે મળેલા મકાન ભાડા ભથ્થા પર કર મુક્તિ મેળવી શકો છો.
  • કલમ 80 TTA હેઠળ પોસ્ટ ઓફિસ અથવા બેંકમાંથી મેળવેલા 10,000 રૂપિયા સુધીના વ્યાજ પર ટેક્સ છૂટ મેળવી શકો છો.
  • કલમ 80 TTB હેઠળ વરિષ્ઠ નાગરિકો 50,000 રૂપિયા સુધીના વ્યાજ પર કર મુક્તિ મેળવી શકે છે.

  • Follow us on: