• મની લોન્ડ્રિંગ કેસમાં નરેશ ગોયલ હાલ જેલમાં 
  • જેટ એરવેઝના ફાઉન્ડરને કૅન્સરની બીમારી હોવાથી જામીન મળ્યા
  • જામીન ન મળે તે માટે ઈડીએ વિરોધ કર્યો


દેશની જાણીતી જેટવેરઝના સ્થાપક નરેશ ગોયલને બોમ્બે કોર્ટે મની લોન્ડ્રિંગ કેસમાં મેડિકલના આધાર પર બે મહિનાના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. નરેશ ગોયલ હાલ એક ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી રહ્યા છે. કોર્ટે તેમને એક લાખ રૂપિયાના બોન્ડ જમા કરવાનો આદેશ આપ્યો છે. નરેશ ગોયલ અને તેમની પત્ની અનિતા ગોયલ કૅન્સર સામે ઝઝૂમી રહ્યા છે. નરેશ ગોયલે બીમારીઓના આધારે કોર્ટ પાસે રાહત માગી હતી.

 ઈડીએ જામીન અરજીનો ભારે વિરોધ કર્યો

બોમ્બે હાઈકોર્ટે સોમવારે નરેશ ગોયલને જામીન આપતા તેમની મેડિકલ સ્થિતિને જોતા રાહત આપી છે. જો કે ઈડીએ આ જામીનનો ભારે વિરોધ કર્યો હતો. ઈડીએ વિરોધ કરતા કહ્યું કે આના બદલે તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવવા એક મહિના સુધી રોકી દેવાય. ફેબ્રુઆરીમાં સ્પેશિયલ કોર્ટે નરેશ ગોયલની જામીન અરદી નામંજૂર કરતા કહ્યું હતું કે તેઓ પોતાની પસંદની પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર કરાવી શકે છે.

 

 ઈડીએ અનિતા ગોયલની પણ ધરપકડ કરી

ઈડીએ નરેશ ગોયને સપ્ટેમ્બર-2023માં ધરપકડ કરી હતી. તેઓની સામે જેટ એરવેઝને બેંક પાસેથી મળેલા 538.62 કરોડ રૂપિયાની લોનને બીજે વાપરી દીધાનો ચાર્જ લવાગી ઈડીએ મની લોન્ડ્રિંગના આરોપી બનાવ્યા છે. આ બાદમાં નવેમ્બર-2023માં તેમની પત્ની અનિતા ગોયલની પણ ઈડીએ ધરપકડ કરી. જો કે તેમને પોતાના ખરાબ આરોગ્ય અને વધુ ઉંમરને લીધે સ્પેશિયલ કોર્ટે જામીન આપી દીધા હતા.

કોર્ટમાં સુનાવણી વખતે નરેશ ગોયલ રડી પડયા હતા

જાન્યુઆરીમાં થયેલી એક સુનાવણીમાં નરેશ ગોયલ કોર્ટમાં રડી પડયા હતા. તેમને જણાવ્યું હતું કે આવી જિંદગી કરતાં તો મોત સારું. તેમને વધુમાં કહ્યું કે મેં જીવવાની આશા છોડી દીધી છે. તેઓ જેલમાં જ મરવાનું પસંદ કરશે. ત્યારબાદ જેટ એરવેઝના સ્થાપકે 15 ફેબ્રુઆરીએ કોર્ટમાં કહ્યું કે તેઓ ધીમી ગતિએ વધતા કૅન્સરની સરાવાર માટે જામીન ઈચ્છે છે. કોર્ટે મેડિકલ તપાસ માટે એક મેડિકલ બોર્ડની રચના માટે આદેશ આપ્યો હતો. અને વધુમાં મેડિકલ બોર્ડને એવી સૂચના આપી કે તેઓ જણાવે તે તેમની સારવાર સરકારી હોસ્પિટલમાં થશે કે નહિ.

  • Follow us on: