• જેટ એરવેઝના ફાઉન્ડર પાસે બેંકના 538 કરોડ લેવાના બાકી
  • નરેશ ગોયલ કોર્ટમાં રડી પડયા..જજને કહ્યું તમામ આશા છોડી ચૂક્યો છું...
  • ઈડીએ ઠગાઈ કેસમાં નરેશ ગોયલની ધરપકડ કરી હતી..હાલ આર્થર રોડ જેલમાં


બંધ પડેલી એરલાઈન જેટ એરવેઝના ફાઉન્ડર નરેશ ગોયલ બેંક સાથે 538 કરોડ રૂપિયાની ઠગાઈના કેસમાં હાલ જેલમાં છે. શનિવારે સ્પેશિયલ કોર્ટ સમક્ષ રજૂ કરતા તેઓ ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખો ભરાઈ આવી હતી. તેઓએ જણાવ્યું કે, ‘’હું જિંદગીની આશા છોડી ચૂક્યો છું, આવી સ્થિતિમાં જીવવા કરતાં સારું થાય કે જેલમાં જ મારું મોત થઈ જાય.’’

દેશની જાણીતી તપાસ એજન્સી ઈડીએ નરેશ ગોયલને પહેલી સપ્ટેમ્બરે ધરપકડ કરી હતી. તેઓની સામે બેંક ફ્રોડનો આરોપ મુકાયો છે ઈડીએ તેમની પર પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી. તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં આર્થર રોડ જેલમાં રખાયા છે. તેમને ગત મહિને જામીન માટે અરજી કરી હતી. પોતાની અંગત સુનાવણી દરમિયાન જજે આને મંજૂર કરી લીધી હતી.

 પત્ની અને પુત્રીની નાદુરસ્ત તબિયત

કોર્ટ રેકોર્ડ પ્રમાણે જેટ એરવેઝના 75 વર્ષીય ફાઉન્ડર નરેશ ગોયલે કોર્ટને જણાવ્યું કે તેમની પત્ની અનીતાને કૅન્સર છે અને તેમને ખૂબ યાદ કરી રહી છે. તેમની દેખરેખ માટે કોઈ નથી. ગોયલની પુત્રીને પણ આરોગ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરી રહી છે. જજની સામે ગોયલે કહ્યું કે મારા ઘૂંટણમાં સોજો છે અને ખૂબ પીડા કરી રહ્યા છે. તેમજ પેશાબ કરવામાં તકલીફ પડી રહી છે. તેઓ ખૂબ નબળા થઈ ગયા છે. નરેશ ગોયલે જણાવ્યું કે જેજે હોસ્પિટલ મોકલવાનો કોઈ ફાયદો નથી. આર્થર રોડ જેલથી હોસ્પિટલ આવતા ખૂબ તકલીફ પડી. જેથી જેજે હોસ્પિટલ મોકલવા કરતા જેલમાં જ મરવા દેવામાં આવે.

જજ સામે હાથ જોડી ઊભા રહેલા નરેશ ગોયલનું શરીર ધ્રુજી રહ્યું હતું. તેમને જણાવ્યું કે, ''મારી તબિયત ખૂબ ખરાબ છે.'' તેમને પોતાની પત્ની અને દીકરીના આરોગ્યનો મુદ્દો જજ સમક્ષ રાખ્યો હતો. આ સિવાય તેમને કોર્ટને અપીલ કરી કે સુનાવણી દરમિયાન તેમનું શરીર સાથ નથી આપી રહ્યું.

કોર્ટમાં વ્યવસ્થા કરવા અપાયા આદેશ

કોર્ટમાં ઊભા રહેવામાં નરેશ ગોયલને સમસ્યા આવી રહી હતી. તેઓની આ તકલીફને આંખથી જોઈ શકાતું હતું. કોર્ટે સૂચના આપી કે નરેશ ગોયલના શારીરિક અને માનસિક આરોગ્યનું સંપૂર્ણ ધ્યાન રખાય. ઉપરાંત કોર્ટે તેમના વકીલોને નિર્દેશ આપ્યો કે તેમના આરોગ્યને લઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. આગામી સુનાવણી માટે 16 જાન્યુઆરીની કોર્ટની તારીખ પડી છે.


  • Follow us on: