• નવું વર્ષ મોંઘવારી લઈને આવ્યું 
  • હવે ટીવી પર ચેનલો જોવી મોંઘી થઈ જશે
  • આ વર્ષે ચૂંટણી, આઈપીએલ, ઓલિમ્પિકને લઈ ચેનલોએ દર વધાર્યા હોવાનો ખુલાસો

નવા વર્ષનો પ્રારંભ થઈ ગયો છે. એક અઠવાડિયા પૂરું થવાની તૈયારી છે ત્યારે મોંઘવારીનો માર સહન કરવા તમારે તૈયાર રહેવું પડશે. નવા વર્ષે ટીવી જોવા માટે તમારે વધુ પૈસા ખિસ્સામાંથી ઢીલા કરવા પડે તેવી નોબત આવી છે. ઝી-એન્ટરટેઈન્મેઈન્ટ, વાયાકૉમ-18 અને સોની પિકચર્સ નેટવર્કસ જેવા દેશના ટોપ બ્રૉડકાસ્ટર્સે સામાન્ય જનતાને આંચકો આપ્યો છે. પોતના ટીવી ચેનલોના દરમાં ધરખમ વધારો કરી દીધો છે. આ જાહેરાત પછી હવે ગ્રાહકોને પોતાની પસંદગીની ચેનલ જોવા માટે વધુ કીંમત ચુકવવી પડશે.

કેટલા દર વધાર્યા?
વાયાકોમ-18 અને નેટવર્ક-18ની ડિસ્ટ્રીબ્યૂશન આર્મે પોતાની ચેનલોના દરોમાં 20થી 25 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ઝી-એન્ટરટેઈન્મેન્ટના ચેનલોના દરમાં નવથી 10 ટકા વધારો કરી દેવામાં આવ્યો છે. સોનીએ ચેનલના રેટસમાં નવથી 10 ટકા વધારો કર્યો છે. તો વળી ડિઝની સ્ટારે અત્યાર સુધી દરોના વધારાની જાણકારી નથી આપી.
કયારે લાગુ થશે નવા દર?
બ્રૉડકાસ્ટર્સે એ સ્પષ્ટ કરી દીધું છે કે નવા દર પહેલી ફેબ્રુઆરી 2024થી લાગુ થશે. ભારતીય દૂરસંચાર નિયામક એટલે કે ટ્રાય અનુસાર બ્રૉડકાસ્ટર્સ નવા દરોની જાહેરાત કર્યાના 30 દિવસ પછી તે લાગુ થશે. આવામાં ટ્રાય ગ્રાહકોના હિતમાં દરોને યોગ્ય રીતે મોનિટરિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ભાવ વધારો શા માટે ?
નવું વર્ષ-2024 લોકસભાની ચૂંટણીનું વર્ષ છે. આવામાં ટ્રાય ટીવી-ચેનલોની દરોમાં વધારો કરી સામાન્ય લોકોને નારાજ કરવા નથી ઈચ્છતું. વાયાકોમ-18એ સૌથી વધુ પોતાના ચેનલના દરોમાં વધારો કર્યો છે. કારણ કે આ વર્ષે કંપનીએ આઈપીએલના ડિજિટલ રાઈટ્સ બીસીસીઆઈ મીડિયા રાઈટ્સ તેમજ ઓલિમ્પિંક-2024 જેવા મુખ્ય કાર્યક્રમોના રાઈટ્સ ખરીદ્યા છે. જેથી કંપનીએ આની માટે 34 હજાર કરોડ રૂપિયાનો જોરદાર રોકાણ કર્યું છે. કંપની આ રકમ ભરપાઈ ચેનલોના દરને વધારીને કરવાનો પ્રયાસ કરશે. આ ઉપરાંત ડિઝનીએ આ વર્ષે આઈસીસીના રાઈટ્સ મેળવ્યા હોવાથી આવામાં કંપની પોતાની રકમની ભરપાઈ વધેલા દરોથી કરશે.
  • Follow us on: