• શુક્રવારે EDના અધિકારીઓએ પૂછપરછ માટે ટ્રાંસફર કર્યા
  • પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી
  • કેનેરા બેન્ક સાથે 500 કરોડ રૂપિયાથી વધારેની છેતરપિંડી

જેટ એરવેઈઝના સ્થાપક નરેશ ગોયલની EDએ ધરપકડ કરી છે. 538 કરોડ રૂપિયાની છેત્તરપિંડીના આરોપસર એમની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા બે વખત ED એ એમને પૂછપરછ માટે બોલાવ્યા હતા. પણ તેઓ હાજર થયા ન હતા. પણ શુક્રવારે પૂછપરછ બાદ એમની ધરપકડ કરવામાં આવી હતી. હવે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. શુક્રવારે EDના અધિકારીઓએ પૂછપરછ માટે ટ્રાંસફર કર્યા હતા. પછીથી એમને મુંબઈ લઈ જવામાં આવ્યા હતા.

538.62 કરોડ રૂપિયાનું નુકસાન

ગોયલ વિરુદ્ધ EDનો આ કેસ આ વર્ષે મે મહિનામાં નોંધાયેલી CBI FIR પર આધારિત છે. તારીખ 5 મેના રોજ સીબીઆઈના અધિકારીઓએ ગોયલના નિવાસસ્થાન અને તેમની ઓફિસ સહિત મુંબઈમાં સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા. સીબીઆઈ એફઆઈઆરમાં જણાવાયું છે કે, તારીખ 23 નવેમ્બર, 2022ના રોજ કેનેરા બેંકના અધિકારીઓએ નરેશ ગોયલ, અનીતા ગોયલ, જેટ એરવેઝના ગૌરાંગ આનંદ શેટ્ટી અને અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ છેતરપિંડી, ગુનાહિત કાવતરું અને વિશ્વાસ ભંગના આરોપો લગાવ્યા હતા. જેના કારણે કેનેરા બેન્કને 538.62 રૂપિયાનું નુકસાન થયું હતું. લગભગ 25 વર્ષના ઓપરેશન પછી એપ્રિલ 2019માં જેટ એરવેઝ બંધ કરવામાં આવી હતી. જેટ એરવેઝ ખૂબ જ દેવામાં ડૂબી ગઈ હતી.

કોર્ટે પણ સ્પષ્ટતા કરી હતી

આ કેસમાં જુલાઈ 2023માં ગોયલ અને જેટ એરવેઝના અનેક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા પછી તેમની મુસીબતો વધુ વધી ગઈ. કેનેરા બેંકની ફરિયાદ પર તપાસ એજન્સીએ નવો કેસ નોંધ્યો છે. આ પહેલા ફેબ્રુઆરી 2023માં બોમ્બે હાઈકોર્ટે મોટી રાહત આપતા નરેશ ગોયલ અને તેમની પત્ની વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસને ફગાવી દીધો હતો. જો કે, કોર્ટે કહ્યું હતું કે જો કોઈ નવો મામલો સામે આવે છે તો ED તેની તપાસ કરી શકે છે.

  • Follow us on: