• રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલીસ કમિટીએ સત્ય બધા સમક્ષ મૂક્યુ
  • RBI MPC સભ્ય અશિમા ગોયલે કહ્યું કે, યુવા વય જૂથમાં બેરોજગારી સોથી વધુ
  • મજબૂત વૃદ્ધિ સાથે, દેશમાં રોજગાર નિર્માણમાં સતત સુધારો થઈ રહ્યો છેઃ ગોયેલ

દેશની સેન્ટ્રલ બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીના મેમ્બરે ઈમાનદારીથી દેશમાં બેરોજગારી અંગેનું આખું સત્ય બધાની સામે મૂક્યુ હતું. RBI, MPCના સભ્ય અશિમા ગોયલે કહ્યું કે, યુવા વય જૂથમાં બેરોજગારી સૌથી વધુ છે. આખરે તેનું સત્ય શું છે અને આગામી દિવસોમાં તેનો ઉકેલ આવશે? આશિમા ગોયલે આ અંગે વિગતવાર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. ચાલો તમને પણ જણાવીએ કે, MPC સભ્ય ગોયેલે શું કહ્યું?

દેશમાં બેરોજગારી પર RBI સહમત છે

RBI, MPC મેમ્બર અશિમા ગોયલ દેશમાં યુવા બેરોજગારી પર સહમત છે પરંતુ તે અંગે બહુ ચિંતિત નથી. તેમણે કહ્યું કે, યુવાનોમાં બેરોજગારી છે, પરંતુ આ બેરોજગારી અસ્થાયી છે. તેમણે કહ્યું કે, આ એટલા માટે છે કારણ કે, ભારતીય યુવાનો કૌશલ્ય પ્રાપ્ત કરવામાં અને એન્ટરપ્રાઇઝ શરૂ કરવામાં વધુ સમય વિતાવે છે. ગોયલે કહ્યું કે, મજબૂત વૃદ્ધિ સાથે, દેશમાં રોજગાર નિર્માણમાં સતત સુધારો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, વધુ લાયકાત ધરાવતા લોકોમાં યુવા બેરોજગારી વધારે છે, પરંતુ તેઓ વધુ પગાર પણ મેળવે છે. તેથી યુવાનો કૌશલ્ય પ્રાપ્ત કરવામાં અને નોકરી શોધવામાં વધુ સમય વિતાવે છે.

કુલ બેરોજગાર વસ્તીમાં બેરોજગાર યુવાનોનો હિસ્સો લગભગ 83%

ગોયલ ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન - ILOના રિપોર્ટ પર એક સવાલનો જવાબ આપી રહ્યા હતા. આ રિપોર્ટ અનુસાર, 2022માં ભારતની કુલ બેરોજગાર વસ્તીમાં બેરોજગાર યુવાનોનો હિસ્સો લગભગ 83 ટકા હતો. તેમણે કહ્યું કે યુવા વય જૂથ માટે બેરોજગારી સૌથી વધુ છે, પરંતુ તે કામચલાઉ છે. રાહ જોતી વખતે તેઓ અનૌપચારિક કામ કરે છે અથવા સાહસિકતામાં સાહસ કરે છે, જ્યાં તેઓ ખૂબ જ સારી રીતે કરે છે.

તાજેતરના સમયગાળામાં યુવા બેરોજગારી ઘટી

ગોયલે કહ્યું કે ILO રિપોર્ટ એ પણ દર્શાવે છે કે, તાજેતરના સમયગાળામાં યુવા બેરોજગારી ઘટી છે. તેમણે કહ્યું કે, યુવાનો માટે માત્ર સ્થાયી સરકારી નોકરીઓ પૂરી પાડીને જ નહીં, પરંતુ સ્થિરતા પણ પ્રદાન કરીને બહેતર સ્વાસ્થ્ય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વીમા, શિક્ષણ અને કૌશલ્ય પ્રશિક્ષણ સુવિધાઓ દ્વારા તકો વધારી શકાય છે.

વ્યાજ દરમાં કોઈ ફેરફાર થયો નથી

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટી બે મહિના પછી પોલિસી રેટ નક્કી કરે છે. જેનું નેતૃત્વ દેશના આરબીઆઈ ગવર્નર કરે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના MPCએ ફેબ્રુઆરી 2023 પછી વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. તે પહેલા મે 2022 થી ફેબ્રુઆરી 2023 સુધી વ્યાજ દરમાં 2.50 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જે બાદ દેશનો રેપો રેટ વધીને 6.5 ટકા થઈ ગયો. નિષ્ણાતોના મતે, ચાલુ નાણાકીય વર્ષમાં પણ પોલિસી રેટમાં ફેરફાર શક્ય જણાતો નથી.

  • Follow us on: