- ભારતના વિદેશી હૂંડિયામણમાં ગત અઠવાડિયે આવ્યો ધરખમ ઘટાડો
- ગત 12 એપ્રિલે સમાપ્ત થતા અઠવાડિયા દરમિયાન આમાં 5,401 બિલિયન ડોલરની તગડો ઘટાડો
- બીજી તરફ પાકિસ્તાનમાં વિદેશી હૂંડિયામણમાં ઘટાડો થયો
12મી એપ્રિલ-2024નો દિવસ યાદ રાખો. તે દિવસે બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ (BSE સેન્સેક્સ) લગભગ 800 પોઈન્ટ્સ નીચે હતો. તે દિવસે વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી ઘણા પૈસા પાછા ખેંચી લીધા હતા. આ જ કારણ છે કે 12 એપ્રિલે પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ભારતની વિદેશી મુદ્રા ભંડારમાં 5.04 અબજ ડોલરનો રેકોર્ડ ઘટાડો થયો છે. આ અઠવાડિયે, તેના પાડોશી દેશ પાકિસ્તાનના વિદેશી હૂંડિયામણમાં પણ ઘટાડો થયો છે.
હાલના દિવસોમાં ભારતીય રિઝર્વ બેંકે સોનાનો જથ્થો વધારી રહ્યો છે. 12 એપ્રિલે સમાપ્ત અઠવાડિયા દરમિયાન ભારતના સોનાના રિઝર્વમાં વધારો થયો છે. આ અઠવાડિયે ગોલ્ડ રિઝર્વમાં 124 મિલિયન ડોલરનો વધારો થયો છે. હવે સોનાનો ભંડાર 55.798 બિલિયન ડોલરનો થયો છે.
દેશમાં સોનાનો ભંડાર વધ્યો
રિઝર્વ બેંકના ડેટા અનુસાર, ગયા સપ્તાહે ભારતના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (SDR)માં પણ ઘટાડો થયો છે. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, SDR 93 મિલિયન ડોલર ઘટીને 18.077 બિલિયન ડોલર થયું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસે રાખવામાં આવેલ દેશનું ચલણ અનામત પણ સમીક્ષા હેઠળના સપ્તાહમાં ઘટ્યું છે. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન USD 2.97 મિલિયનનો ઘટાડો થયો છે. હવે તે ઘટીને USD 4.63 બિલિયન થઈ ગયું છે.
પાડોશી દેશ પાકિસ્તાનમાં ડોલરનો ભંડાર ખૂટી પડયો
આપણો પાડોશી દેશ પાકિસ્તાનમાં આ સમયે વિદેશી હૂંડિયામણમાં જોરદાર અછત સર્જાઈ છે. સ્થિતિ તો એવી થઈ છે કે પાકિસ્તાને કામની ચીજો મંગાવવા વિદેશી હૂંડિયામણ નથી. જેથી સંભાળીને આયાત કરવી પડી છે. ગત 12 માર્ચને સમાપ્ત અઠવાડિયા દરમ્યાન ત્યાંના વિદેશી હૂંડિયામણનો ભંડ 48 મિલિયન ડોલર ઘટયું છે. આ અગાઉ ગત 22 માર્ચે ત્યાંના રિઝર્વમાં વધારો થયો હતો. હવે ત્યાં 13.37 અબજ ડોલરની વિદેશી હૂંડિયામણ રહી ગયું છે.