- દેશની જાણીતી વિપ્રો કંપનીમાં તાજેતરમાં ત્રણ લોકોએ રાજીનામા આપ્યા
- અમિત ચૌધરીના સ્થાને નવા સીઓઓ તરીકે સંજીવ જૈનની નિયુક્તિ
- એક્સચેંજ ફાઈલિંગમાં રાજીનામાની કંપનીએ જાણકારી આપી
વિપ્રો કંપનીની દેશની જાણીતી અને મોટી કંપનીમાં સમાવેશ થાય છે. વિપ્રો સતત કમાણીની અને અન્ય બાબતોમાં આગળ રહી છે. જો કે તાજેતરના દિવસમાં આ મોટી કંપનીમાં રાજીનામાનો દોર યથાવત્ છે. કંપનીના સીઓઓ અમિત ચૌધરીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. આ અગાઉ ત્રણ મોટા રાજીનામાં પડી ગયા છે. એપ્રિલમાં કંપનીના સીઈઓ થિયરી ડેલપોર્ટ પોતાના પદથી છોડવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ વિપ્રોમાં એશિયા પેસિફિ, ઈન્ડિયા અને મિડલ ઈસ્ટના પ્રેસિડેન્ટ અનીસ ચેંચાહે રાજીનામું આપી દીધું હતું.













