• સાડા છ કરોડ લોકો માટે આવ્યા સારા સમાચાર
  • ઈપીએફઓએ કેટલીક ઈમરજન્સી માટે ખાતાધારકોને પૈસા કાઢવાની સવલત આપી
  • બીમારી, શિક્ષણ, લગ્ન, ઘર ખરીદવા માટે સરળતાથી ઈપીએફમાંથી નાણાં ઉપાડી શકાશે

 કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઈપીએફઓએ પૈસા કાઢવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવી દીધી છે. ઈપીએફઓએ ઓટો મોડ સેટલમેન્ટની શરૂઆત કરી છે. આનાથી છ કરોડથી વધુ પીએફ સભ્યને લાભ મળશે. આ એક એવી સુવિધા છે. જે ઈમરજન્સીમાં પીએફ સભ્યોને ફંડ પ્રોવાઈડ કરે છે. આની હેઠળ હવે તમને માત્ર ત્રણ જ દિવસમાં પૈસા તમારા બેંકના ખાતામાં આવી જશે.

ઓટો મોડ સેટલમેન્ટ હેઠળ ઈમરજન્સીના સમયમાં કર્મચારી પોતાના ઈપીએફથી એડવાન્સ પૈસા કાઢી શકે છે. ઈપીએફઓ કેટલીક ઈમરજન્સી માટે પોતાના ખાતાધારકોને ફંડથી પૈસા કાઢવાની સવલત આપે છે. આમાં ઈમરન્જસી બીમારીની સારવાર, શિક્ષણ, લગ્ન અને ઘર ખરીદવાનું સામેલ છે. આમાંથી કોઈ એક ઈમરજન્સી માટે તમે પીએફ ખાતાથી એડવાન્સ ફંડ કાઢી શકો છે.

ઈમરજન્સીમાં આ ફંડને ક્લેમ સેટલમેન્ટ માટે ઓટો મોડની શરૂઆત એપ્રિલ-2020માં જ થઈ ગઈ હતી. પરંતુ ત્યારે માત્ર બીમારીના સમયમાં જ પૈસા કાઢી શકતા હતા. હવે એનો વ્યાપ વધારી દેવાયો છે. હવે તમે બીમારી, શિક્ષણ, લગ્ન અને ઘર ખરીદી માટે પણ ઈપીએફમાંથી પૈસા કાઢી શકો છે.આ ઉપરાંત હવે ઈપીએફના ખાતાધારકો ભાઈ-બહેન લગ્ન માટે એડવાન્સ ફંડ કાઢી શકો છે.


 કેટલા રૂપિયા ઉપાડી શકાશે?
ઈપીએફ એકાઉન્ટથી એડવાન્સ ફંડની મર્યાદા વધારી દેવામાં આવી છે. અગાઉ આ લિમિટ 50 હજાર હતી. જે હવે એક લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. એડવનાસ કાઢવાનું કામ ઓટો સેટલમેન્ટ મોડ કમ્ય્પૂટરથી થઈ જશે. કોઈની એપ્રવૂલની જરૂર નહિ રહે.

પૈસા તમારા ખાતામાં ત્રણ દિવસમાં આવી જશે. પરંતુ તમેરે કેટલાક ડોક્યુમેન્ટ સબમિટ કરવા પડશે. આમાં કેવાયસી, ક્લેમ રિક્વેસ્ટની એલિજિબિલિટી, બે ખાતાની વિગત સામેલ છે.

એડવાન્સ રકમ કાઢવાની પ્રોસેસ શું છે?

1.  સૌથી પહેલા તમારે ઈપીએફઓના પોર્ટલ પર લોગ-ઈન કરવું પડશે. આ માટે યુએન અને પાસવર્ડ જરૂરી છે.

2. લોગ-ઈન કર્યા પછી તમારે ઓનલાઈન સર્વિસ પર જવું પડશે અને પછી ક્લેમ સેક્શનને સિલેક્ટ કરવું પડશે.

3. તમારે બેંક ખાતાને વેરિફાય કરવું પડશે. આ બેંક એકાઉન્ટમાં એડવાન્સ પૈસા આવશે.

4.  હવે તમારે પોતાના બેંક ખાતાના ચેકની એક કોપી અથવા પાસબુક અપલોડ કરવો પડશે.

5.  પૈસા ઉપાડવા તમારે કારણ જણાવવું પડશે.

6. છેલ્લા હવે આગળની કેટલીક પ્રોસેસને ફોલો કરી એપ્લાય કરવું પડશે. ત્રણથી ચાર દિવસની અંદર નાણાં તમારા ખાતામાં આવશે.


  • Follow us on: