- NSEના નિફ્ટીમાં 0.74%નો વધારો
- BSEના સેન્સેક્સમાં 0.72%નો વધારો
- સેન્સેકસ 568 પોઈન્ટના સુધારા સાથે બંધ
ભારતીય શેરબજાર આજે એટલે કે, 27મી જૂને ગુરુવારે તોતિંગ વધારા સાથે બંધ થયું હતું. જ્યારે સવારે માર્કેટ ઘટાડા સાથે ઓપન થયા બાદ નિફ્ટી અને સેન્સેક્સ પહેલીવાર તેજીની ટોચે પહોંચ્યા હતા. પહેલીવાર સેન્સેક્સ 79,000ને પાર કરી ગયો છે અને નિફ્ટી 24,000ની ઉપર બંધ થયો છે. બજારમાં આ ઉછાળાનો શ્રેય આઈટી અને એનર્જી શેરોને જાય છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 569 પોઈન્ટના ઉછાળા સાથે 79,243 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 175 પોઈન્ટના ઉછાળા સાથે 24,044 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
ગઈકાલે બજારે ઓલટાઈમ હાઈ સપાટી બનાવી હતી
અગાઉ ગઈકાલે એટલે કે 26 જૂને શેરબજારે સતત બીજા દિવસે ઓલટાઈમ હાઈ ઉચ્ચ સ્તર બનાવ્યું હતું. સેન્સેક્સ 620 પોઈન્ટના વધારા સાથે 78,674ના રેકોર્ડ સ્તરે બંધ રહ્યો હતો. આ સાથે જ નિફ્ટીમાં પણ 147 પોઈન્ટનો વધારો થયો છે. 23,868ના રેકોર્ડ સ્તરે બંધ રહ્યો હતો. અગાઉ ગઈકાલે ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 78,759ના સ્તરને સ્પર્શ્યો હતો અને નિફ્ટી 23,889ના સ્તરને સ્પર્શ્યો હતો. ગઈકાલે એટલે કે 25મી જૂને પણ સેન્સેક્સ અને નિફ્ટીએ ઓલ ટાઈમ હાઈ સપાટી હાંસલ કરી હતી.
સેક્ટોરિયલ સ્ટેટસ
આજના સેશનમાં આઈટી શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટીનો આઈટી ઈન્ડેક્સ 2 ટકાના વધારા સાથે બંધ થયો છે. આ સિવાય ઓટો, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે મીડિયા, ફાર્મા અને બેન્કિંગ શેરોમાં ઘટાડો નોંધાયો હતો. મિડકેપ શેરો ઉછાળા સાથે બંધ થયા જ્યારે સ્મોલકેપ શેરો ઘટાડા સાથે બંધ થયા. આજે BSE પર 4001 શેરોનું ટ્રેડિંગ થયું હતું જેમાં 1519 શેરો ઉછાળા સાથે અને 2364 શેરો ઘટાડા સાથે બંધ થયા હતા.