- NSEના નિફ્ટીમાં 0.14%નો ઘટાડો
- BSEના સેન્સેક્સમાં 0.27%નો ઘટાડો
- સેન્સેકસ 210 પોઈન્ટના ઘટાડા સાથે બંધ
ભારતીય શેરબજાર આજે 28મી જૂને શુક્રવારે કારોબારના અંતે રેડ ઝોનમાં બંધ થયું હતું. સવારે માર્કેટ રેડ ઝોનમાં કારોબાર કરી રહ્યું હતું. દિવસભરના કારોબાર બાદ સેન્સેક્સ 210 પોઈન્ટના ઘટાડા સાથે 79,032 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી પણ 33 પોઈન્ટ ઘટીને 24,010 ના સ્તર પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 19 ઘટ્યા અને 11 વધ્યા હતા.
ગઈકાલે બજારે ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી હતી
અગાઉ ગઈકાલે એટલે કે 27 જૂને શેરબજારે સતત ત્રીજા દિવસે ઓલ ટાઈમ ઉચ્ચ સ્તર બનાવ્યું હતું. સેન્સેક્સ 568 પોઈન્ટના વધારા સાથે 79,243 પર બંધ રહ્યો હતો. નિફ્ટીમાં પણ 175 પોઈન્ટનો વધારો થયો હતો. 24,044ના સ્તરે બંધ રહ્યો હતો. અગાઉ ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સે 79,396ની ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી હતી અને નિફ્ટીએ 24,087ની ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી હતી. 25 અને 26મી જૂને શેરબજાર પણ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું. સેન્સેક્સના 30 શેરોમાંથી 22 શેરોમાં ઉછાળો અને 8માં ઘટાડો જોવા મળ્યો હતો.
માર્કેટ કેપમાં મોટો ઉછાળો
શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હોવા છતાં માર્કેટ મૂડીમાં ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 439.26 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું, જે અગાઉના સત્રમાં રૂ. 438.41 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. આજના સત્રમાં માર્કેટ વેલ્યુએશનમાં રૂ. 85,000 કરોડનો વધારો જોવા મળ્યો છે.
ગુરુવારે અમેરિકન માર્કેટમાં થોડો વધારો જોવા મળ્યો હતો
ગુરુવારે અમેરિકન માર્કેટમાં થોડો વધારો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ 36.26 પોઈન્ટ વધીને 39,164.06 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, S&P 500 4.97 પોઈન્ટ વધીને 5,482.87 પર અને Nasdaq 53.53 પોઈન્ટ વધીને 17,858.68 પર બંધ થયો હતો.