- નકલી નોટિસનો ન બનશો શિકાર
- ઘરે બેઠા જાણો ઈન્કમ ટેક્સની નોટિસ કેટલી સાચી છે
- ઓફિશિયલ વેબસાઈટની મદદથી ચેક કરો નોટિસની સત્યતા
જો તમે પણ ટેક્સપેયર છો તો આ સમાચાર તમારી મદદ કરી શકે છે. હાલમાં ઈન્કમ ટેક્સ વિભાગ ફૂલ એક્શન મોડમાં છે. આઈટી વિભાગની રડાર પર ટેક્સ ફાઈલિંગમાં સ્કેમ કરનારા હજારો લોકો છે. હાલમાં ઈન્કમ ટેક્સ વિભાગે એવા જ લોકોને નોટિસ મોકલવાનું શરૂ કર્યું છે. ઈન્કમ ટેક્સ નોટિસ આવતા જ મોટા મોટા લોકોની સ્થિતિ ખરાબ થઈ છે. તેમનો હેતુ આ સ્કેમને રોકવાનો છે.
દગાખોરો ઉઠાવે છે ફાયદો
દગાખોરો આવી સ્થિતિની શોધમાં હોય છે. ઈન્કમ ટેક્સ વિભાગના નામે અનેક લોકોને નકલી નોટિસ મળી રહી છે. એવામાં જો તમે પણ ઈન્કમ ટેક્સની નોટિસ મેળવી ચૂક્યા છો તો પહેલા તે સાચી છે કે ખોટી તેની જાણકારી મેળવી લેવી જરૂરી છે. તમે ઘરે બેઠા તેની સચ્ચાઈ જાણી શકો છો. તો જાણો આ માટે તમારે શું કરવાનું રહેશે.
આ રીતે ચેક કરી શકાશે નોટિસ
આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ઓનલાઈન ટૂલ્સની મદદથી તમે ઈન્કમ ટેક્સ વિભાગ તરફથી મળેલી સૂચનાઓ, ઓર્ડર અને અન્ય સંદેશાવ્યવહારને ચકાસી શકો છો. આ ટૂલની મદદથી તમે ચકાસી શકો છો કે તમને જે ટેક્સ નોટિસ કે ઓર્ડર મળ્યો છે તે આવકવેરા વિભાગ દ્વારા જ જારી કરવામાં આવ્યો છે કે નહીં. ખાસ વાત એ છે કે આ ટૂલનો ઉપયોગ કરવા માટે તમારે ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવવાની પણ જરૂર નથી. આ એક પ્રી-લોગિન સેવા છે, જેનો ઉપયોગ કોઈપણ કરી શકે છે.
આ રીતે કરો વેરિફાઈ
- સૌથી પહેલા ઈન્કમ ટેક્સની વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal/ પર જાઓ.
- અહીં Quick Links પર ક્લિક કરો અને Authenticate Notice/Order Issued by ITD પર જાઓ.
- PAN કે DIN માંથી કોઈ એક રીતે વેરિફિકેશનની પ્રોસેસની પસંદગી કરો.
- તમે PAN થી તપાસ કરવા ઈચ્છો છો તો તમારા ડોક્યુમેન્ટ ટાઈપ, અસેસમેન્ટનું વર્ષ, ઈશ્યૂ ડેટ અને મોબાઈલ નંબર ભરો.
- DIN નો વિકલ્પ પસંદ કરવા માટે તમને નોટિસ પરનો DIN અને OTP વેરિફિકેશનને માટે મોબાઈલ નંબર ભરવાનો રહેશે.
- હવે તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે.
- OTPને નક્કી સ્થાને ભરો અને Continue પર ક્લિક કરો.
- આ પછી ટૂલ તમને જાતે કન્ફર્મ કરશે કે તમને મળેલી નોટિસ યોગ્ય છે કે અયોગ્ય.