- 1 સપ્ટેમ્બરે રૂ. 50ના એક સાથે વધારા બાદ છૂટક વેચાણમાં રૂ. 360 પ્રતિ થેલી પર પહોંચી
- બજારમાં રિટેલમાં પ્રતિ બેગ રૂ. 400 સુધી પહોંચી જશે
- છત્તીસગઢ દેશની કુલ જરૂરિયાતના 20 ટકા કરે છે સિમેન્ટ ઉત્પાદન
જો તમે મકાન બનાવવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમને ચોંકાવી દે તેવા છે. સામાન્યરીતે ઓછી માંગ હોવા છતાં સિમેન્ટ કંપનીઓ ફરી એકવાર કાર્ટેલ બનાવીને 1 ઓક્ટોબરથી રૂ. 15નો વધારો કરવા જઈ રહી છે. ઉત્પાદન ખર્ચ વધવાને કારણે સિમેન્ટની કિંમતમાં વધારો થવાની શક્યતા છે.
સામાન્ય લોકો પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. સિમેન્ટ કંપનીઓ ફરી સિમેન્ટના ભાવમાં વધારો કર્યો છે. મળતી માહિતી મુજબ સિમેન્ટ કંપનીઓ ફરી એકવાર કાર્ટેલ બનાવીને 1 ઓક્ટોબરથી બેગ દીઠ રૂ. 15નો વધારો કરવા જઈ રહી છે. કંપનીઓએ આ અંગે ડીલરોને જાણ કરી છે. સિમેન્ટ કંપનીઓના મત મુજબ ઉત્પાદન ખર્ચ વધવાને કારણે તેઓ કિંમતમાં વધારો કરવા જઈ રહી છે. ઓગસ્ટ સુધી રૂ.310 થી રૂ. 320 પ્રતિ થેલીના ભાવે વેચાતી સિમેન્ટની કિંમત 1 સપ્ટેમ્બરે રૂ. 50ના એક સાથે વધારા બાદ છૂટક વેચાણમાં રૂ. 360 પ્રતિ થેલી પર પહોંચી ગઈ છે. હવે કંપનીઓ દ્વારા ફરી એકવાર વધારા સાથે, તે બજારમાં રિટેલમાં પ્રતિ બેગ રૂ. 400 સુધી પહોંચી જશે. જેની અસર બાંધકામના કામ પર તેની અસર સીધી થશે.













