• વિરાટ કોહલી હવે શેરબજારમાં પણ એન્ટ્રી કરવા જઈ રહ્યો છે
  • કોહલીની કંપની ગો ડિજિટનો IPO 15મી મેના રોજ આવી રહ્યો છે
  • કંપનીમાં કોહલી અને અનુષ્કાની લગભગ 45 ટકા ભાગીદારી

ક્રિકેટની પીચ પર જબરદસ્ત પ્રદર્શન કરી રહેલો વિરાટ કોહલી હવે શેરબજારમાં પણ એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. તેમની કંપની ગો ડિજિટનો IPO 15મી મેના રોજ આવી રહ્યો છે. આ કંપનીમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની લગભગ 45 ટકા ભાગીદારી છે. IPO પછી પણ આ કંપનીમાં બંનેનો હિસ્સો પહેલા જેવો જ રહેશે. જો તમે IPO દ્વારા શેર માર્કેટમાં રોકાણ કરવા માંગો છો તો આ તમારા માટે સારો વિકલ્પ છે.

કંપની કરે છે આ કેમ

ગો ડિજિટ કંપની વીમા સંબંધિત બિઝનેસ કરે છે. તે મોટર વીમો, આરોગ્ય વીમો, મુસાફરી વીમો, મિલકત વીમો વગેરે પ્રદાન કરે છે. કોઈપણ ગ્રાહક તેની જરૂરિયાત મુજબ કોઈપણ વીમો ખરીદી શકે છે. કંપનીએ અત્યાર સુધીમાં 70 થી વધુ પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે.

કંપની કરોડો રૂપિયા એકત્ર કરશે

કંપની આ IPO દ્વારા રૂ. 1,130.48 કરોડ એકત્ર કરશે. આમાં કંપની રૂ. 1125 કરોડના નવા શેર જારી કરશે. 5.48 કરોડની કિંમતની OFS (ઓફર ફોર સેલ) જારી કરવામાં આવશે. OFS એ એવા શેર છે જે કંપનીના પ્રમોટર દ્વારા વેચવામાં આવે છે. આ પ્રમોટરના શેર છે.

કેટલી હશે શેરની કિંમત?

કંપનીના શેરની પ્રાઇસ બેન્ડ શું હશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. એવું માનવામાં આવે છે કે એક શેરની પ્રાઇસ બેન્ડ રૂપિયા 258 થી 265 રૂપિયા હોઈ શકે છે. તે જ સમયે, એક લોટમાં કેટલા શેર હશે તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી. IPOની વિગતો નીચે મુજબ છે.

  • IPO રિલીઝ તારીખ: મે 15
  • IPO બંધ થશેઃ 17 મે
  • ફાળવણી: 21મી મે
  • રિફંડ: મે 22
  • ડીમેટમાં ક્રેડિટ: 22 મે
  • લિસ્ટિંગ: 23 મે
  • Follow us on: