- કંપની કુલ 14.83 લાખ ઈક્વિટી શેર વેચશે
- 216 કરોડ રૂપિયાના ફ્રેશ ઈક્વિટિ શેર આવશે
- ઈશ્યૂ માટે પ્રાઈસ બેન્ડ 216-237 રૂપિયા પ્રતિ શેર
નવેમ્બરના અંતમાં સ્ટોક માર્કેટના રોકાણકારો માટે કમાણીની તક આજથી શરૂ થઈ રહી છે અને મહિનાના અંત સુધી ચાલુ રહેશે. Dharmaj Crop Guardનો IPO બંધ થતાંની સાથે જ Uniparts Indiaનો રૂ. 836 કરોડનો ઇશ્યૂ 30 નવેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલશે, જે 2 ડિસેમ્બર સુધી ખુલ્લો રહેશે. જો તમે શેરબજારમાં રોકાણ કરવાની તૈયારી કરી રહ્યા છો તો તમને મોટી તક મળવાની છે. એગ્રોકેમિકલ કંપની ધર્મજ ક્રોપ ગાર્ડનો આઈપીઓ આજથી ખૂલી રહ્યો છે. 251.15 કરોડ રૂપિયાનો આ ઈશ્યૂ મહિનાના છેલ્લા દિવસ એટલે કે 30 નવેમ્બર સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે. કંપની દ્વારા રૂ. 216 કરોડના ફ્રેશ ઇક્વિટી શેર જારી કરવામાં આવશે.
કંપનીએ પ્રાઇસ બેન્ડ નક્કી કરી
ધર્મજ ક્રોપ ગાર્ડ IPO દ્વારા પ્રમોટર્સ ઑફર ફોર સેલ (OFS) હેઠળ 14.83 લાખ ઇક્વિટી શેરનું વેચાણ કરશે. કંપનીએ તેના ઈસ્યુ માટે શેર દીઠ રૂ. 216-237ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. રિપોર્ટ અનુસાર આમાંથી 50% ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (QIB) માટે આરક્ષિત છે. આ સિવાય, 35% રિટેલ બિડર્સ માટે અને 15% બિન-સંસ્થાકીય (NII) બિડર્સ માટે અનામત છે.
8 ડિસેમ્બરે લિસ્ટિંગ થઈ શકે
લોટ સાઈઝ વિશે વાત કરીએ તો આ IPO માટે તે 60 ઈક્વિટી શેરનો છે. રોકાણકારોએ અપર પ્રાઇસ બેન્ડ પર એક લોટ માટે ઓછામાં ઓછા 14,220 રૂપિયાનું રોકાણ કરવું પડશે. 20 નવેમ્બરે IPO બંધ થયા પછી, રોકાણકારોને શેરની ફાળવણી 5 ડિસેમ્બરે કરવામાં આવશે. જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર તેના શેરનું લિસ્ટિંગ 8 ડિસેમ્બરે થઈ શકે છે.
ગ્રે માર્કેટમાં શેર ધમાલ મચાવી રહ્યા છે
ગ્રે માર્કેટમાં પણ ધર્મજ ક્રોપ ગાર્ડના શેરોમાં તેજી જોવા મળી રહી છે. શનિવારે જ્યારે કંપનીના શેર રૂ. 60ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા હતા, ત્યારે તેમનું ગ્રે-માર્કેટ પ્રીમિયમ (GMP) હવે રૂ. 65 પર પહોંચી ગયું છે. IPO લોન્ચ થયાના એક દિવસ પહેલા તેને એન્કર રોકાણકારો માટે ખોલવામાં આવ્યો હતો અને કંપનીએ આ રોકાણકારો પાસેથી રૂ. 74.95 કરોડ એકત્ર કર્યા છે.
કંપની શું કરે છે?
આ એગ્રોકેમિકલ કંપની જંતુનાશકો, ફૂગનાશકો, હર્બિસાઇડ્સ, પ્લાન્ટ વૃદ્ધિ નિયમનકારો, સૂક્ષ્મ ખાતરો અને એન્ટિબાયોટિક્સ જેવા ઘણા કૃષિ રસાયણ ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. આ IPOની સાથે છેલ્લા નવેમ્બરમાં, શેરબજારના રોકાણકારોને અન્ય ઇશ્યૂમાં રોકાણ કરવાની તક મળવાની છે. વાસ્તવમાં, 30 નવેમ્બરના રોજ યુનિપાર્ટ્સ ઇન્ડિયાનો ઇશ્યૂ જેની કિંમત 836 કરોડ રૂપિયા છે તે પણ આવી રહ્યો છે.