- ગયા અઠવાડિયે સર્રાફા બજારમાં ચાંદીના ભાવમાં 1387 રૂપિયાનો ઉછાળો આવ્યો
- આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના- ચાંદી લાલ નિશાનમાં રહ્યા
- લગ્ન સીઝનમાં સોનાની માંગ વધવાની આશા
ભારતીય વાયદા બજાર અને આંતરરાષ્ટ્રીય બજારમાં અઠવાડિયાની શરૂઆત સોના અને ચાંદીના ઘટાડા સાથે થઈ છે. આજે એટલે કે સોમવારે 28 નવેમ્બરે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો ભાવ શરૂઆતી કારોબારમાં 0.23 ટકા ઘટ્યો છે. વાયદા બજારમાં આજે ચાંદી પણ 0.40 ટકા ઘટીને કારોબાર કરી રહ્યો છે. છેલ્લા કારોબારી સત્રમાં સોનાનો ભાવ 0.25 ટકા તૂટ્યો હતો અને સાથે ચાંદી પણ 0.40 ટકાના ઘટાડા સાથે ક્લોઝિંગમાં રહ્યો હતો.
શું છે આજની સ્થિતિ
સોમવારે વાયદા બજારમાં 24 કેરેટ શુદ્ધતાવાળા સોનાનો ભાવ 123 રૂપિયા ઘટ્યો અને 52421 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. છેલ્લા કારોબારી સત્ર એટલે કે શુક્રવારે સોનાનો ભાવ એમસીએક્સ પર 131 રૂપિયા ઘટીને 52540 રૂપિયા પર બંધ થયો હતો.
ચાંદીમાં પણ જોવા મળ્યો ઘટાડો
મલ્ટી કોમોડિટી એક્ચેન્જ પર ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીનો ભાવ આજે 247 રૂપિયા ઘટીને 61429 રૂપિયા પર કારોબાર કરી રહી છે. છેલ્લા કારોબારી સત્રમાં શુક્રવારે ચાંદી 248 રૂપિયા ઘટીને 61745 રૂપિયા પર બંધ થઈ હતી.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના ચાંદી ઘટ્યા
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ આજે ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે, સોનાનો હાજર ભાવ આજે 0.27 ટકા ઘટીને 1749.68 ડોલર પ્રતિ ઓંસ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો ભાવ આજે ઘટ્યો છે. આજે ચાંદી 0.34 ટકા ઘટીને 21.02 ડોલર પ્રતિ ઓંસ પર કારોબાર કરી રહી છે. છેલ્લા એક મહિનામાં સોનાનો ભાવ 7.47 ટકા વધ્યો છે. ચાંદીનો રેટ એક મહિનામાં 11 ટકા વધ્યો છે.
એક અઠવાડિયાથી સોનામાં આવ્યો ઉછાળો
ભારતીય સર્રાફા બજારમાં છેલ્લા અઠવાડિયે સોનાની કિંમતોમાં વધારો આવ્યો હતો. સોનાના ભાવમાં 254 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીના ભાવમાં 1387 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ઉછાળો આવ્યો હતો. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનની વેબસાઈટ અનુસાર ગયા અઠવાડિયે બિઝનેસ વીકની શરૂઆતમાં એટલે કે 21 નવેમ્બરે 24 કેરેટ સોનાનો ભાવ 52406 હતો જે શુક્રવાર સુધી વધીને 52660 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો. 999 શુદ્ધતાની ચાંદીની કિંમત 60442થી વધીને 61829 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ છે.