- પેન્શનર્સ માટે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2022
- લાઈફ સર્ટિફિકેટ દર વર્ષે નવેમ્બરમાં પેન્શન વિતરણ ઓફિસમાં જમા કરવાનું રહે છે
- પેન્શનાર્થી ડોરસ્ટેપ બેંકિંગની મદદથી પણ આ પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે
સરકારી પેન્શનર્સ માટે જીવનપ્રમાણ પત્ર જમા કરવાની તારીખ નજીક આવી ચૂકી છે. આ સર્ટિફિકેટને સબમિટ કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2022 છે. પેન્શનર્સ પોતાના આ સર્ટિફિકેટને નવેમ્બરમાં જમા કરાવે તે જરૂરી છે. આ પછી જ તેમને નિયમિત રીતે માસિક પેન્શનનો લાભ મળી શકે છે. તેઓએ પોતે બેંક કે પોસ્ટ ઓફિસમાં જઈને કે પછી ઓનલાઈન આ સર્ટિફિકેટ જમા કરાવવાનું રહે છે. આ સિવાય 5 અન્ય રીતે પણ પેન્શનર્સ મેન્યુઅલ રીતે કે ડિજિટલ રીતે વાર્ષિક જીવન પ્રમાણપત્ર જમા કરી શકે છે.
પોર્ટલની મદદથી
પેન્શનાર્થી જીવન પ્રમાણ પોર્ટલ કે એપની મદદથી લાઈફ સર્ટિફિકેટ ઓનલાઈન જમા કરી શકે છે. આ માટે પેન્શનર્સને યૂઆઈડીએઆઈનો ઉપયોગ કરીને આંગળીના નિશાન આપવાના રહે છે. સર્ટિફિકેટ બનાવવા માટે પેન્શનર્સને પહેલા જીવન પ્રમાણ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ માટે તેમને જીવન પ્રમાણ એપ ડાઉનલોડ કરીને ઓપન કરવાનું રહેશે. આ પછી ન્યૂ રજિસ્ટ્રેશનના વિકલ્પને પસંદ કરો. આધાર સંખ્યા, બેંક ખાતા સંખ્યા, નામ, મોબાઈલ નંબર અને પીપીઓને ભરો.
ફેસ એપની મદદથી
સરકાર પેન્શનાર્થીઓને આધાર ડેટાબેસ પર આધારિત ચહેરા- ઓળખ ટેક્નોલોજી સિસ્ટમનો ઉપયોગ કરીને ડિજિટલ જીવન પ્રમાણપત્ર જમા કરવાની પરમિશન આપે છે. આ માટે ગૂગલ પ્લે સ્ટોર પર જઈને AadhaarFaceID એપ ડાઉનલોડ કરો. તમે ઈચ્છો તો jeevanpramaan.gov.inથી પણ ફેસ એપ ડાઉનલોડ કરી શકો છો. એપ્લીકેશનને ઈન્સ્ટોલ કર્યા બાદ લેટેસ્ટ ફોટો જમા કરીને સબમિટ કરો અને પછી ડિજિટલ લાઈફ સર્ટઇફિકેટ મેળવો.
ડોરસ્ટેપ બેંકિંગ
આ પ્રમાણપત્ર ડોરસ્ટેપ બેંકિંગ એલાયન્સના માધ્યમથી રજૂ કરાય છે. આ સેવા માટે થોડા રૂપિયા ભરવાના રહેશે. આ પછી સંબંધિત અધિકારી પેન્શનાર્થી વ્યક્તિના ઘરની બહાર જઈને આ પ્રોસેસને પૂરી કરશે. પબ્લિક સેક્ટરના 12 બેંક સહિત અનેક અન્ય બેંક દેશના 100 પ્રમુખ શહેરમાં પોતાના ગ્રાહકો માટે ડોરસ્ટેપ બેંકિંગની સુવિધા આપે છે.
ઘર આવશે પોસ્ટમેન
પોસ્ટ વિભાગ અને ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના મંત્રાલયે પોસ્ટમેનના માધ્યમથી ડિજિટલ જીવન પ્રમાણપત્ર જમા કરવા માટે ડોરસ્ટેપ સેવા શરૂ કરી છે. આ સેવાનો લાભ લેવા માટે પેન્શનાર્થીએ ગૂગલ પ્લે સ્ટોરથી પોસ્ટ ઈન્ફો એપ ડાઉનલોડ કરવાનું રહેશે.
બેંક કે પોસ્ટ ઓફિસ જઈને
કેન્દ્ર સરકારના પેન્શનાર્થી વ્યક્તિગત રીતે પીડીએના સામે હાજર રહીને પેન્શન ડિસબર્સિંગ ઓથોરિટી બેંક કે પોસ્ટ ઓફિસના પોતાના જીવન પ્રમાણ પત્ર પ્રાપ્ત કરી શકે છે.