• ટ્વિટરના એક યૂઝરે આપ્યો વર્ચ્યુઅલ જેલનો આઈડિયા, મસ્કે દેખાડી સહમતિ
  • યૂઝર્સના નિયમોને તોડ્યા તો તેમની પ્રોફાઈલ પર આવશે જેલનો આઈકોન
  • વર્ચ્યુઅલ જેલમાં ગયા બાદ યૂઝર્સ ટ્વિટ નહીં કરી શકે

Twitterના અધિગ્રહણ બાદ એલન મસ્ક સતત કંપનીમાં ફેરફાર કરી રહ્યા છે અને સાથે તેની સાથેના નિર્ણયો પમ કર્મચારીઓ પર તો ક્યારેક યૂઝર્સ પર ભારે પડી રહ્યા છે. પહેલા બ્લૂ ટિક માટે ફી વસૂલ્યા બાદ હવે મસ્કે એક મોટા ફેરફારના સંકેત આપ્યા છે. મસ્કે કહ્યું કે ટ્વિટરની પોલીસીનું ઉલ્લંઘન કરનારા યૂઝર્સને કંપની વર્ચ્યુઅલ જેલમાં બંધ કરી શકે છે. જો તે આ આઈડિયા એક ટ્વિટર યૂઝરે આપ્યો છે. મસ્ક માઈક્રો બ્લોગિંગ સાઈટને સારી બનાવવા માટે યૂઝર્સની સલાહ પર ધ્યાન આપે છે અને સાથે કંપનીની પોલીસીમાં ફેરફારને લઈને જાણકારી પણ આપે છે.

શું છે ટ્વિટરની વર્ચ્યુઅલ જેલ

ટ્વિટર પર એક યૂઝરે એલન મસ્કને વર્ચ્યુઅલ જેલ બનાવવાની સલાહ આપી છે. જો કોઈ યૂઝરે કંપનીની પોલીસી કે નિયમોને તોડ્યા તો એ લોકોની પ્રોફાઈલ પર જેલનો આઈકન આવશે અને તે ટ્વિટરની વર્ચ્યુઅલ જેલમાં ગયા બાદ ટ્વિટ કરી શકશે નહીં. સાથે જ અન્ય ટ્વિટને લાઈક કે કેની પર કમેન્ટ આપી શકશે. યૂઝરે કહ્યું કે ટ્વિટર જેલમાં રાખવામાં આવેલા યૂઝરને તેની પાછળનું કારણ આપવું જોઈએ. અને એકાઉન્ટ ક્યાં સુધી ફ્રી રહેશે, યૂઝરની આ સલાહ પર મસ્કે સહમતિ દેખાડી છે અને કહ્યું કે આ એક સારો આઈડિયા છે.

 

આ પહેલા મસ્કે બુધવારે એક ટ્વિટ કરીને પૂછ્યું કે શું ટ્વિટરને અન્ય બેન કરાયેલા ખાતાને માટે સામાન્ય માફી રજૂ કરવી જોઈએ. તો 30 લાખથી વધુ લોકોએ પોલ માટે વોટિંગ કર્યું અને 72.4 ટકા લોકોએ માફીના પક્ષમાં મતદાન કર્યું હતું. આ પછી મસ્કે ટ્વિટર પર ખાતાને સામાન્ય માફી આપવાની જાહેરાત કરી છે.


  • Follow us on: