• મસ્કે ટ્વિટર ચીફ તરીકે કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી ટ્વિટર ઘણા ફેરફારોમાંથી પસાર થઈ રહ્યું છે
  • 8 ડોલરમાં બ્લૂ ટિક વસૂલવાનું પરિણામ ફાર્માસ્યુટિકલ કંપની Eli Lillyને ભોગવવું પડયું
  • ટ્વિટરે ડોનાલ્ડ ટ્રમ્પ, પેપ્સી, નેસ્લે નામના ઘણા નકલી ટ્વિટર હેન્ડલ્સ વેરિફાઈ કર્યા

જ્યારથી એલન મસ્કે ટ્વિટર ચીફ તરીકે કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી ટ્વિટર ઘણા ફેરફારોમાંથી પસાર થઈ રહ્યું છે. કંપનીનો લાભ વહેલામાં વહેલી તકે મળે તે હેતુથી એલન મસ્કે એક પછી એક ઘણા મોટા નિર્ણયો લીધા. આમાં ટ્વિટર કર્મચારીઓની છટણી તેમજ ટ્વિટર બ્લુ ટિક માટે 8 ડોલરના નિર્ણયનો સમાવેશ થાય છે. પરંતુ કદાચ એલન મસ્ક આ નિર્ણયોને અમલમાં મૂકવાની ઉતાવળ કરી અને પાયાનું કામ કરવાનું ભૂલી ગયા. આ જ કારણ છે કે એલન મસ્કે તૈયારી વગર 8 ડોલરના બ્લૂ ટિક વસૂલવાનું પરિણામ એક ફાર્માસ્યુટિકલ કંપની Eli Lillyને ભોગવવું પડયું છે.

એલી લિલીને 1,123 કરોડનું નુકસાન

આપને જણાવી દઈએ કે એલી લિલી અમેરિકાની એક ફાર્માસ્યુટિકલ કંપની છે, જે ઈન્સ્યુલિન બનાવે છે. કંપની પાસે @LillyPad નામનું વેરિફાઈડ એકાઉન્ટ છે. પરંતુ કોઈએ $8 ચૂકવીને @EliLillyandCo હેન્ડલ સાથે ટ્વિટર પર બ્લુ ટિક મેળવ્યું. ત્યારબાદ મફતમાં ઇન્સ્યુલિન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. બ્લુટિક હોવાને કારણે ફ્રી ઇન્સ્યુલિન વિશેની ટ્વિટ ટૂંક સમયમાં વાયરલ થઈ ગઈ. જેના કારણે કંપનીના શેર તૂટ્યા હતા અને 1,123 અબજનું નુકસાન થયું હતું.

નકલી ટ્વિટર હેન્ડલને વેરિફાઈડ કરાયું

ટ્વિટરે યુએસ સહિત ઘણા દેશોમાં ટ્વિટર બ્લુ સબસ્ક્રિપ્શન લાગુ કર્યું છે. તેના અંતર્ગત 8 ડોલર લઈને બ્લુ ટિક આપવામાં આવી રહ્યું છે. જો કે આનો ફાયદો ઉઠાવીને ઘણા ફેક એકાઉન્ટને બ્લુટિક પણ મળી ગઈ છે. ટ્વિટરે ડોનાલ્ડ ટ્રમ્પ, પેપ્સી, નેસ્લે નામના ઘણા નકલી ટ્વિટર હેન્ડલ્સ વેરિફાઈ કર્યા છે. ઉતાવળમાં લીધેલા આ નિર્ણય પર એલન મસ્કે ટૂંક સમયમાં જ પ્રતિબંધ મૂકી દીધો. ઉપરાંત ઘણા નકલી વેરિફાઈડ ટ્વિટર હેન્ડલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પણ ત્યાં સુધીમાં કદાચ ઘણું મોડું થઈ ગયું હતું. તેથી જ કહેવાય છે કે ઉતાવળે લીધેલા નિર્ણયો નુકસાનકારક હોય છે.

  • Follow us on: