• ટ્વિટરની કમાન મસ્કના હાથમાં
  • ભારતમાં અનેક લોકોને મળી રહ્યું છે બ્લૂ ટિક
  • બ્લૂ ટિકના સબ્સ્ક્રિપ્શન માટે 719 રૂપિયા ચાર્જ હોવાની ચર્ચા

Twitterની કમાન Elon Muskના હાથમાં આવી ચૂકી છે. મસ્ક એક પછી એક ફેરફાર લાવી રહ્યા છે. સૌથી મોટો ફેરફાર ટ્વિટર બ્લૂ ટિકને લઈને આવ્યો છે. કંપની અનેક દેશમાં ટ્વિટર બ્લૂ ટિક લોન્ચ કરી ચૂકી છે. ટ્વિટર બ્લૂનું સબ્સ્ક્રિપ્શન લેનારાને એડિશનલ ફીચર્સની સાથે ટ્વિટર પર બ્લૂ ટિક કે બૈજ પણ આપવામાં આવી રહ્યા છે. ભારતમાં આ સર્વિસને લઈને ચર્ચા છે. આ મહિનાના અંત સુધી ટ્વિટર બ્લૂ સબ્ક્રિપ્શન જાહેર કરી દેવામાં આવશે. અમેરિકા અને અન્ય દેશોમાં તેની કિંમત 7.99 ડોલર રાખવામાં આવી છે. હવે ભારતમાં તેની કિંમતને લઈને નવો રિપોર્ટ આવ્યો છે. રિપોર્ટના અનુસાર ભારતમાં ટ્વિટર બ્લૂ સબ્ક્રિપ્શન અમેરિકાથી પણ મોંઘું થઈ શકે છે. આ માટે યૂઝર્સે 719 રૂપિયા પ્રતિ મહિને ખર્ચ કરવા પડી શકે છે.

હાલમાં શરૂઆતના સ્ટેજમાં છે

એક વાત સ્પષ્ટ છે કે આ ફક્ત રિપોર્ટ છે. ફાઈનલ ફીચર જાહેર કરીને કંપની તેમાં ફેરફાર લાવી શકે છે. રિપોર્ટના અનુસાર ભારતમાં અનેક લોકોને આ ફીચર મળી રહ્યું છે. તેમાં ટ્વિટર બ્લૂ સબ્સ્ક્રિપ્શન ચાર્જ 719 રૂપિયા જોવા મળી રહ્યો છે.

અલગ દેશમાં અલગ હોઈ શકે છે કિંમત

આ ફીચર ઓફિશિયલી જાહેર થયા બાદ તેની કિંમતની જાણ થશે. જો આ કિંમત 719 રૂપિયા થશે તો તે અમેરિકા કરતાં વધારે હશે. જો કે મસ્ક પહેલા પણ કહી ચૂક્યા છે કે ભારતમાં એક મહિનાની અંદર તેને જાહેર કરાશે. આ સિવાય અલગ અલગ દેશમાં તેની કિંમત અલગ અલગ હોઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે ટ્વિટર બ્લૂની સાથે યૂઝર્સને બ્લૂ ટિક અને અનેક એડિશનલ ફીચર્સ મળશે. ટ્વિટર બ્લૂ યૂઝર્સને ઓછી જાહેરાત, લાંબા વીડિયો અને ઓડિયો પોસ્ટ કરવાનું ઓપ્શન મળશે. હાલમાં મસ્કે ગ્રે લેબલને ટ્વિટર પર ટેસ્ટ કર્યું હતું. તેનાથી પોપ્યુલર એકાઉન્ટની નીચે ગ્રે કલરમાં ઓફિશિયલ લખવામાં આવી રહ્યું હતું. જો કે થોડા સમયમાં તેને હટાવી લેવાયું હતું. એલન મસ્કે કહ્યું કે આ રીતે કંપની ટેસ્ટિંગ કરતી રહેશે.  

  • Follow us on: