- નેના રેઢૂ છે પહેલી ટ્વિટર યૂઝર
- 13 જુલાઈ 2006એ ટ્વિટર લોન્ચ થતા જ બની યુઝર
- એલન મસ્કના નિર્ણયને લઈને અસમંજસમાં છે યૂઝર
ટેસ્લાના સીઈઓ એલન મસ્કના હાથમાં જ્યારથી ટ્વિટરની કમાન આવી છે તો તેઓ ફેરફાર કરી રહ્યા છે. સૌથી પહેલા તેઓએ ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ, CFO નેડ સેગલ સહિત અનેક અધિકારીઓને કંપનીથી કાઢી દીધા છે. આ પછી કર્મચારીઓને નોકરીથી કાઢવાનું કામ પણ કર્યું છે. આ સાથે તેઓએ ટ્વિટર પર મળનારી બ્લૂ ટિક માટે યૂઝર્સને 8 ડોલર એટલે કે લગભગ 650 રૂપિયા આપવાનું કહ્યું છે. તેમના આ નિર્ણયથી અનેક લોકો નાખુશ છે. તેને લઈને હવે ભારતની પહેલી ટ્વિટર યૂઝર નૈના રેઢૂએ પણ પોતાની વાત રજૂ કરી છે.
16 વર્ષ પહેલા બની હતી યૂઝર
નૈના રેઢૂ લગભગ 16 વર્ષ પહેલા સૌથી પહેલા ટ્વિટર પર એકાઉન્ટ બનાવનારી મહિલા બની હતી. તે આજે ઈન્ટરનેટની મદદથી લાખો રૂપિયા કમાઈ રહી છે. નૈના ગેસ્ટ એસપીરિયન્સ મેનેજિંગનું કામ કરે છે. તે ફોટોગ્રાફર અને બ્લોગર પણ છે. જ્યારે તેમના પિતા આર્મીમાં હતા અને સાથે તે દેશના અલગ અલગ ભાગમાં થઈ રહી છે. નૈનાએ ત્યારે ટ્વિટરમાં એકાઉન્ટ બનાવી લીધું હતું જ્યારે તેની સ્પેલિંગ TWTTR હતો. તેઓએ 13 જુલાઈ 2006ના રોજ ટ્વિટર લોન્ચ થતાં જ તેને જોઈન કર્યું હતું.
એલન મસ્કના નિર્ણયો પર નૈનાનું મંતવ્ય
નૈના એક એક્ટિવ ટ્વિટર યૂઝર છે અને તેની પ્રોફાઈલ પર બ્લૂ ટિક પણ છે જે હાલમાં ચર્ચાનો પ્રમુખ વિષય છે. કેમકે ટ્વિટરના નવા માલિક મસ્કે કહ્યું કે હવે તેના માટે લોકોએ પેમેન્ટ કરવાનું રહેશે. આ ખુલાસો કરતા તેઓએ કહ્યું કે તે પેમેન્ટ કરનારામાંથી એક હશે. આ બાબતે નૈનાએ કહ્યું કે હાલમાં આ વાતની કોઈ સ્પષ્ટતા કરાઈ નથી કે રૂપિયાના બદલામાં શું મળી રહ્યું છે. શું બ્લૂ ટિકનો મતલબ એ જ રહેવાનો છે જે અત્યારે છે કે પછી બદલાઈ જશે. એકવાર બધું સ્પષ્ટ થશે તો જ તે આ અંગે કોઈ નિર્ણય લઈ શકશે.
16 વર્ષમાં ક્યારેય નથી કર્યું પેમેન્ટ
નૈનાએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે આ માટે તેણે છેલ્લા 16 વર્ષમાં ક્યારેય પેમેન્ટ કર્યું નથી તો હવે શા માટે. ભારત પર તેની શું અસર પડશે તેની પર પણ તેણે પોતાનું મંતવ્ય આપ્યું છે. નૈનાએ કહ્યું કે તેને નથી લાગતું કે તેની કોઈ અસર થશે કેમકે સામાન્ય રીતે બ્લૂ ટિક હોવું કોઈ જરૂરિયાત નથી. આ સિવાય જે લોકોને તેની જરૂર છે જે ખર્ચ કરી શકે છે, તે લોકો ખરીદી લેશે અને સામાન્ય જનતા પ્રભાવિત નહીં થાય. તેની પર પ્રભાવ પડશે જે સ્વતંત્ર રીતે પત્રકારિત્વ કરે છે અને ખર્ચ કરી શકતા નથી.