• 80 કરોડ લોકોને ફ્રીમાં મળી રહ્યું છે રાશન
  • 10 વીઘાથી વધારે જમીન છે તેમના કાર્ડ થશે રદ્દ
  • ખોટી રીતે કાર્ડ બનાવ્યું હશે તો થશે કેન્સલ

રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે, જો તમે પણ રાશન કાર્ડ હોલ્ડર છો તો જલ્દી તમારું કાર્ડ રદ્દ થઈ શકે છે. કેન્દ્ર સરકાર તરફથી મળતી માહિતિ અનુસાર દેશમાં લાખો લોકોના કાર્ડ કેન્સલ થશે. દેશના લોકોને ફ્રી રાશનની સુવિધાથી વંચિત થવું પડશે.

10 લાખ કાર્ડ થશે કેન્સલ

સરકારે કહ્યું કે દેશમાં લગભગ 10 લાખ લોકો ખોટી રીતે ફ્રી રાશનની સુવિધાનો ફાયદો લઈ રહ્યા છે. આ તમામ લોકોના રાશન કાર્ડ કેન્સલ કરી દેવામાં આવશે. લગભગ 10 લાખ લોકોના રાશન કાર્ડના નામ નક્કી કરાયા છે. આ કાર્ડને જલ્દી કેન્સલ કરી દેવાશે. સરકારે આ માટે લિસ્ટ તૈયાર કરી લીધું છે.

80 કરોડ લોકોને ફ્રીમાં મળી રહ્યું છે રાશન

ઉલ્લેખનીય છે કે જે લોકો નકલી રાશન કાર્ડની મદદથી સરકાર પાસેથી રાશન ફ્રીમાં લઈ રહ્યા છે. તેમની પર મુશ્કેલી આવી શકે છે. દેશમાં હાલમાં લગભગ 80 કરોડ લોકો ફ્રી રાશનની સુવિધાનો ફાયદો લઈ રહ્યા છે. ખોટા રાશન કાર્ડ ધારકોને ફ્રીમાં ઘઉં, ચોખા અને ચણા મળશે નહીં.

ડીલરની પાસે મોકલાશે લિસ્ટ

સરકારે કહ્યું કે જે પણ યોગ્ય ઉમેદવારી વિનાના લોકો છે તેમનું લિસ્ટ ડીલરની પાસે મોકલાશે. આ પછી ડીલર આ લોકોને રાશન આપશે નહીં. નામ પર મહોર લગાવીને રિપોર્ટ જિલ્લા મુખ્યાલયને મોકલાશે. આ પછી તે તમામ લોકોના કાર્ડ રદ્દ કરી દેવામાં આવશે.

કયા લોકોના કાર્ડ કેન્સલ થશે

મળતી માહિતિ અનુસાર જે પણ કાર્ડધારક ઈન્કમ ટેક્સ ભરે છે કે પછી જેની પાસે 10 વીઘાથી વધારે જમીન છે તે લોકોના નામ લિસ્ટમાંથી કાપી દેવામાં આવશે. આ લોકો ફ્રીમાં રાશન લઈ શકશે નહીં. કેટલાક લોકો એવા છે જેઓ ફ્રીમાં રાશન લઈને વેપાર કરે છે. આ લોકોને પણ વંચિત કરી દેવામાં આવશે. આ લોકોના કાર્ડ રદ્દ કરી દેવાશે.

  • Follow us on: