- કલાકો સુધી ટ્વિટર પર વીડિયો સ્વાઈપ કરી શકશો
- એન્ડ્રોઈડ ફોનમાં કામ કરી રહ્યું છે આ ફીચર
- ટીવી માટે ટ્વિટર વીડિયો એપ લાવશે મસ્ક
એલન મસ્કે ટ્વિટરના એક અન્ય નવા ફીચરને માટેની જાણકારી આપી છે. તેઓએ ટ્વિટ કરીને કહ્યું કે હવે યૂઝર્સ વીડિયોને ડાઉન સ્વાઈપ કરીને જોઈ શકશે. એટલે કે જે રીતે તમે ઈન્સ્ટાગ્રામમાં રીલ્સ જુઓ છો તે રીતે તમે કલાકો સુધી ટ્વિટર પર વીડિયો સ્વાઈપ કરીને સતત જોઈ શકો છો. જ્યારે એન્ડ્રોઈડ ફોનમાં ચેક કરવામાં આવ્યું તો આ ફીચર સારી રીતે કામ કરી રહ્યું હતું એટલે કે તે લાઈવ થઈ ચૂક્યું છે.
હાલમાં જ યૂઝર્સને મળ્યું આ ફીચર
મસ્કે હાલમાં ટ્વિટર યૂઝર્સને ઈન્સ્ટાગ્રામની જેમ એક ફીચર આપ્યું છે. તેનું નામ છે Highlight tweet. હવે યૂઝર્સ પોતાની પસંદની ટ્વિટને પ્રોફાઈલના ટોપમાં હાઈલાઈટ કરી શકે છે. તેને માટે તેમને પોતાની પ્રોફાઈલમાં જઈને તે ટ્વિટને પસંદ કરવાની છે જેને તેઓ ટોપમાં રાખવા ઈચ્છે છે. હાઈલાઈટ કરાયેલા તમામ ટ્વિટ્સ 'Highlighted Tweet' ઓપ્શનમાં આવશે. આવું ફીચર ઈન્સ્ટાગ્રામમાં પણ મળે છે. જ્યાં યૂઝર્સ પોતાના ફેવરિટ ફોટો વીડિયોને પ્રોફાઈલના ટોપમાં હાઈલાઈટ કરી શકે છે.
ટીવી માટે ટ્વિટર વીડિયો એપ લાવશે મસ્ક
હાલમાં એક ટ્વિટર યૂઝરે મસ્કને સ્માર્ટ ટીવી માટે એક વીડિયો એપ લાવવાનું કહ્યું હતું. તેની પર એલન મસ્કે રિપ્લાય આપતા કહ્યું કે તે જલ્દી આવી રહ્યું છે. હવે યૂઝર્સને જલ્દી સ્માર્ટ ટીવી પર વીડિયો એપ મળશે જેમાં તે આરામથી 2 કલાકના વીડિયો જોઈ શકશે.
ટ્વિટર પર મસ્કના સૌથી વધુ ફોલોઅર્સ
એલન મસ્ક ટ્વિટરના માલિક હોવાની સાથે એક એવા વ્યક્તિ છે જેને ટ્વિટર પર સૌથી વધારે લોકો ફોલો કરે છે. તેમને 142 મિલિયન લોકો ફોલો કરે છે જ્યારે તે પોતે 339 લોકોને જ ફોલો કરે છે. તેમના સબ્સક્રાઈબર્સની સંખ્યા 88 છે. મસ્ક બાદ બરાક ઓબામાને ટ્વિટર પર સૌથી વધારે લોકો ફોલો કરે છે. તેમને 132 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે.