• મસ્કને 10.7 અબજ ડોલરનો લાગ્યો ઝટકો
  • ટેસ્લાના શેરમાં ઘટાડાથી નેટવર્કમાં આવ્યો ઘટાડો
  • દુનિયાના ટોપ 12 ધનિકોની નેટવર્થમાં આવ્યો ઘટાડો

વિશ્વના સૌથી મોટા અબજોપતિ એલન મસ્ક મંગળવારે ન્યૂયોર્કમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. તેમની કંપની ટેસ્લાએ ભારતમાં જંગી રોકાણનો સંકેત આપ્યો હતો. તેના કારણે કંપનીના શેરમાં જોરદાર ઉછાળો આવ્યો હતો અને મસ્કની નેટવર્થમાં $9.95 બિલિયનનો ઉછાળો આવ્યો હતો. પરંતુ બુધવારે તેમણે એક જ ઝાટકે અનેકગણી સંપત્તિ ગુમાવી દીધી. બુધવારે ટેસ્લાના શેરમાં 5.46 ટકાનો ઘટાડો થયો હતો. આ કારણે મસ્કની નેટવર્થમાં 10.7 બિલિયન ડોલર એટલે કે લગભગ રૂ. 8,77,97,78,00,000નો ઘટાડો થયો છે. મસ્કની કુલ સંપત્તિ હવે $232 બિલિયન છે. આ વર્ષે તેની નેટવર્થ $95 બિલિયન વધી છે. મસ્ક ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ છે. તેઓ સોલારસિટીના ચેરમેન અને માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરના માલિક પણ છે.

ટોચના 12 અમીરોની નેટવર્થમાં ઘટાડો થયો

બુધવારે વિશ્વના ટોચના 12 અમીરોની નેટવર્થમાં ઘટાડો થયો હતો, જ્યારે મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની નેટવર્થમાં વધારો થયો હતો. મસ્ક પછી લેરી પેજ સૌથી વધુ ગુમાવનાર હતા. તેમની નેટવર્થમાં $2.08 બિલિયનનો ઘટાડો થયો છે. એ જ રીતે સર્ગેઈ બ્રિને $1.96 બિલિયન, સ્ટીવ બાલ્મરને $1.46 બિલિયન અને જેફ બેઝોસે $1.02 બિલિયન ગુમાવ્યા. બીજી તરફ સ્થાનિક શેરબજારમાં રેકોર્ડ ઊંચાઈથી અંબાણી અને અદાણીને ફાયદો થયો હતો. અંબાણીની કુલ સંપત્તિમાં $330 મિલિયનનો વધારો થયો છે જ્યારે અદાણીની નેટવર્થમાં $223 મિલિયનનો વધારો થયો છે.

કોણ છે ટોચ પર

મસ્ક 232 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના અમીરોની યાદીમાં પ્રથમ ક્રમે છે. ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટ $197 બિલિયન સાથે બીજા નંબરે છે. જેફ બેઝોસ ($149 બિલિયન) ત્રીજા, લેરી એલિસન ($135 બિલિયન) ચોથા, બિલ ગેટ્સ ($132 બિલિયન) પાંચમા, વોરેન બફેટ ($118 બિલિયન) છઠ્ઠા, સ્ટીવ બાલ્મર ($116 બિલિયન) સાતમા, લેરી પેજ ($110 બિલિયન) ડોલર) આઠમા, સેર્ગેઈ બ્રિન ($105 બિલિયન) નવમા અને માર્ક ઝકરબર્ગ ($103 બિલિયન) દસમા ક્રમે છે. આ યાદીમાં અંબાણી $88.7 બિલિયનની નેટવર્થ સાથે 13મા નંબરે છે અને અદાણી $61.6 બિલિયન સાથે 21મા નંબરે છે.

  • Follow us on: