• મસ્કે 12-15 ડિસેમ્બરની વચ્ચે વેચ્યા શેર
  • આ પહેલા EV કંપનીના 3.95 અબજ ડોલરના શેર વેચ્યા હતા
  • આ વર્ષે ટેસ્લાના લગભગ 40 અબજ ડોલરથી વધુના શેર વેચ્યા

ટેસ્લા અને ટ્વિટરના માલિક એલન મસ્ક ટેસ્લાના લગભગ 3.58 અબજ ડોલરના શેર વેચી ચૂક્યા છે. યૂએસ સિક્યોરિટીઝને મળતી માહિતી અનુસાર મસ્કે ઈલેક્ટ્રિક વ્હીકલ બનાવતી કંપની ટેસ્લાના કુલ 2.2 કરોડ શેર વેચ્યા છે. મળતી માહિતી અનુસાર આ શેરને 12-15 ડિસેમ્બરની વચ્ચે વેચવામાં આવ્યા હતા. ઓક્ટોબર મહિનામાં એલન મસ્કે ટ્વિટરને ટેકઓવર કર્યું હતું. આ પહેલા મસ્કે પોતાની ઈવી કંપની ટેસ્લાના 3.95 અબજ ડોલરના શેર વેચ્યા હતા. આ શેરની સંખ્યા લગભગ 1.95 કરોડ છે.

જાણો અત્યારસુધી ટેસ્લાના કેટલા શેર વેચ્યા

મળતી માહિતી અનુસાર આ વર્ષે એલન મસ્કે ટેસ્લાના લગભગ 40 અબજ ડોલરથી વધારે શેર વેચ્યા છે. ટેસ્લાનું નામ દુનિયાની ટોપ કાર મેકર કંપનીના લિસ્ટમાં આવે છે. ટ્વિટરના ટેકઓવર ડીલના બાદ ટેસ્લાના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ વર્ષે ખરાબ પ્રદર્શન કરનારો શેર રહ્યો છે. એક્સપર્ટના આધારે ટ્વિટરના ટેકઓવર બાદથી એલન મસ્ક ટેસ્લાને ઓછો સમય આપી રહ્યા છે. એવામાં માર્કેટમાં રોકાણકારોમાં કંપનીને લઈને અનિશ્ચિતતાનો માહોલ છે.

જાણો મસ્કની પાસે ટેસ્લાની કેટલી છે ભાગીદારી

ઉલ્લેખનીય છે કે મસ્કે અત્યારસુધી એ સ્પષ્ટ નથી કર્યું કે તેઓએ આટલી મોટી સંખ્યામાં ટેસ્લાના શેર શા માટે વેચ્યા છે. મળતી માહિતી અનુસાર મસ્ક દ્વારા ટેસ્લાના મોટી સંખ્યામાં શેર વેચ્યા બાદ પણ હાલમાં કંપનીના 13.4 ટકા ભાગીદાર છે. એવામાં હજુ પણ ટેસ્લાના સૌથી વધારે શેરહોલ્ડર બનેલા છે. આ સાથે બુધવારે નેસ્ડેક ઈન્ડેક્સ ટેસ્લાની માર્કેટ વેલ્યૂમાં સતત ઘટાડો આવી રહ્યો છે અને સાથે તે ઘટીને 500 અબજ ડોલરની નીચે આવ્યો છે. આ સિવાય ગયા વર્ષે તેની માર્કેટ વેલ્યૂ લગભગ બમણી એટલે કે 1 લાખ કરોડ રૂપિયા હતી. એવામાં ગયા એક વર્ષમાં ટેસ્લાની માર્કેટ વેલ્યૂમાં ઘટાડો આવ્યો છે.

Elon Musk નહીં, હવે આ વ્યક્તિ છે દુનિયાના અમીર વ્યક્તિ

ઉલ્લેખનીય છે કે 2 વર્ષ પહેલા એલન મસ્કે દુનિયાના સૌથી અમીર વ્યક્તિનો તાજ ગુમાવ્યો છે. હવે બર્નાર્ડ અરનોલ્ટ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બની ચૂક્યા છે. ફોર્બ્સ બિલિનિયર્સ ઈન્ડેક્સના આધારે એલન મસ્કની કુલ સંપત્તિ હાલમાં 174.6 બિલિયન ડોલર છે અને બર્નાર્ડ અરનોલ્ટની કુલ સંપત્તિ 184.3 બિલિયન ડોલરની છે.  

  • Follow us on: