પ્રાઇવેટ નોકરી કરનારા લોકો સમયાંતરે નોકરી બદલે છે. એ વખતે કર્મચારી માટે તે કંપની દ્વારા એક નવુ ઇપીએફ ખાતુ ખોલવામાં આવે છે. પરંતુ હા, તે ખાતુ ખોલવા જૂના UAN નંબરનો જ ઉપયોગ થાય છે. ત્યારે નવુ ઇપીએફ ખાતુ ખૂલે છે. પણ ઘણા લોકોને એમ થાય કે UAN જૂનો છે, તો તે UAN નંબર હેઠળ ચાલતું તેમનું EPF ખાતું પણ એ જ હશે.
નોકરી બદલીને તરત કરો આ કામ
નોકરી બદલતાની સાથે જ તમે તમારો UAN નંબર કંપનીને આપો છો, કંપની તે UAN નંબર હેઠળ તમારા માટે બીજું PF ખાતું ખોલે છે. આ પછી તમારા અને નવી કંપનીના પીએફ યોગદાન તે નવા ખાતામાં જમા થવાનું શરૂ થાય છે. નવું પીએફ ખાતું ખોલ્યા પછી તમે જૂના ખાતાને નવા ખાતા સાથે મર્જ કરો તે મહત્વપૂર્ણ છે. જેને તમે EPFO વેબસાઇટની મુલાકાત લઈને સરળતાથી મર્જ કરી શકો છો.
એકાઉન્ટ કેવી રીતે કરશો મર્જ
- સૌ પ્રથમ તમારે EPFO સભ્ય સેવા પોર્ટલ https://unifiedportal-mem.epfindia.gov.in પર જવું પડશે.
- તમારે ઓનલાઈન સેવાઓ વિભાગમાં 'એક સભ્ય - એક EPF ખાતું - ટ્રાન્સફર વિનંતી' પસંદ કરવી પડશે.
- તમારે વર્તમાન એમ્પ્લોયરની વ્યક્તિગત વિગતો અને ખાતાની ચકાસણી કરવી પડશે.
- આ પછી તમારે Get Details પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ તમારી સામે જૂના નોકરીદાતાઓની યાદી ખુલશે.
- અહીં, તમે જે એકાઉન્ટ ટ્રાન્સફર કરવા માંગો છો તેના પર ક્લિક કરો.
- તમે 'Get OTP' પર ક્લિક કરો.
- તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP મોકલવામાં આવશે, તેને દાખલ કરો અને સબમિટ કરો.
- આ પછી તમારી વિનંતી સબમિટ કરવામાં આવશે.
- તમારા વર્તમાન નોકરીદાતાએ તેને મંજૂરી આપવી પડશે.
- જે પછી EPFO તમારા જૂના ખાતાને નવા ખાતામાં મર્જ કરશે.
- થોડા સમય પછી તમે તમારા મર્જરની સ્થિતિ ચકાસી શકો છો.
ખાતા મર્જ ન કરવાના ગેરફાયદા
ખાતાઓને મર્જ ન કરવાનો પહેલો ગેરલાભ એ છે કે નવું EPF ખાતું ખોલવાને કારણે જૂના ખાતામાં પડેલા તમારા પૈસા એકસાથે દેખાતા નથી. આ ઉપરાંત, કર બચતના દૃષ્ટિકોણથી તેમનું મર્જર પણ જરૂરી છે. EPF ખાતામાંથી પૈસા ઉપાડતી વખતે પાંચ વર્ષની આ મર્યાદાનું પાલન કરવામાં આવે છે. પાંચ વર્ષ સુધી યોગદાન આપ્યા પછી જમા રકમ ઉપાડવા પર કોઈ કર લાગતો નથી.