• નાણામંત્રી સરકારી બેંકોનાં MD અને CEO સાથે કરશે બેઠક
  • નિર્મલા સીતારમણ 30 ડિસેમ્બર 2023ના રોજ યોજાશે બેઠક
  • આ બેઠકમાં નાણાકીય વર્ષ 2024-25ના બજેટ અંગે ચર્ચા થશે

નાણામંત્રી નિર્મલા સીતારમણ 30 ડિસેમ્બર 2023 ના રોજ સરકારી બેંકોનાં મૈનેજિંગ ડાયરેક્ટર્સ અને સીઈઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં નાણાકીય વર્ષ 2024-25ના બજેટ અને લોકસભા 2024ની ચુંટણીના ખર્ચા અંગેની ચર્ચા થઈ શકે છે. સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓનો લાભ જરૂરિયાત નાગરિકોને મળી રહે તે માટેનો સૌથી મહત્વનું કામ સરકારી બેંકોનું છે. તેથી આ બેઠકમાં ગ્રાહકોની સેવા અને સાઈબર સુરક્ષા સુધારવાના ઉપાયો પર ચર્ચા પણ કરવામાં આવશે. લોકસભાની ચુટણી પહેલા પબ્લિક સેકટર બેંક (PSB)ની આ છેલ્લી બેઠક હોઈ શકે છે.

PSBની બેઠક

વર્તમાનમાં ચાલી રહેલ નાણાકીય વર્ષ 2023-24 પહેલા છ મહિનાઓમાં સરકારી બેંકોને કુલ 68,500 કરોડ રૂપિયાનો લાભ થયો છે. શનિવારનાં રોજ થનાર બેઠકમાં નાણાં મંત્રી બેંકોની સીએમડીની સાથે પ્રઘાનમંત્રી જન ધન યોજના, ખેડૂત ક્રેડિટ કાર્ડ , સ્ટેન્ડ-અપ ઈન્ડિયા, પીએમ મુદ્રા યોજના સહિત અલગ અલગ સરકારી યોજનાઓ માટે લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા બેંકોની પ્રગતિની સમીક્ષા કરાશે. નાણાકીય વર્ષ 2024-25નું અંતરિમ બજેટ રજૂ કરવામાં આવશે અને આગામી વર્ષમાં આવનારા લોકસભાની ચૂંટણી પહેલા આ અંતિમ સમીક્ષા બેઠક હોઇ શકે છે. આ બેઠકમાં ગ્રાહકોની સેવા અને સાઈબર સુરક્ષા સુધારવાના ઉપાયો પર ચર્ચા પણ કરવામાં આવશે.

બેંકોના બિઝનેસ ગ્રોથ પર ચર્ચા કરાશે

નાણામંત્રી આગામી નાણાકીય વર્ષ માટે બેંકોનાં ફાઇનેશિયલ ઇન્ક્લુજન, ક્રેડિટ ગ્રોથ, એસેટ ક્વોલિટી અને બેંકોના બિઝનેસ ગ્રોથ પર પણ ચર્ચા કરવામાં આવશે. આના સિવાય બેંકોના એનપીએ અને ધિરાણની સ્થિતિ પર પણ ચર્ચા કરાશે. આરબીઆઈના ડેટા અનુસાર છેલ્લા ત્રણ વર્ષમાં બેંકોના ગ્રૉસ એનપીએમાં ઘટાડો જોવા મળ્યો છે. 31 માર્ચ, 2021ના રોજ 8,35,051 કરોડ રૂપિયા ગ્રૉસ એનપીએ હતો, જે 31 માર્ચ, 2022 માં ઘટી 7,42,397 કરોડ રૂપિયા અને 31 માર્ચ, 2023 માં 5,71,544 કરોડ રૂપિયા થઈ ગયા છે. પાછલાં અઠવાડિએ નાણામંત્રીએ સરકારી બેંકોના મુખ્ય 20 આઇબીસીથી જોડાયેલાં કિસ્સાઓને મોનીટર કરવાનુ કહેવામા આવ્યુ હતુ. સરકારી બેંકોના એમડી અને સીઈઓની સાથે બેઠકો દરમિયાન નાણાકીય કેસનાં સેક્રેટરી વિવેક જોશીએ દરેક મહિનામાં ટોચના 20 કેસોને રિવ્યુ કરવા માટે કહ્યુ જેનાથી તેમનુ રિઝ્યુશન કરી શકાય.

  • Follow us on: