• સોનું 154 રૂપિયાના ઉછાળા સાથે ખૂલ્યું
  • આજે સોનાના ભાવ 56700 રૂપિયાને પાર
  • લગ્નની સીઝનમાં સૌથી મોટો ઝટકો

શુક્રવારે ટ્રેડિંગ સેશનમાં સોનાના ભાવ રેકોર્ડ હાઈ પર ખૂલ્યો છે. એમસીએક્સ પર સોનું 56746 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખૂલ્યો જે સોનાના સૌથી ઊંચા ભાવ છે. સોનું 154 રૂપિયાના ઉછાળાની સાથે 56700 રૂપિયા પર કારોબાર કરી રહ્યું છે. છેલ્લા ટ્રેડિંગ સત્રમાં સોનું 56588 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર બંધ થયું હતું.

લગ્નની સીઝનમાં ઝટકો

લગ્નની સીઝન શરૂ થઈ ચૂકી છે. આ સમયે સોનાની માંગ વધી રહી છે. જે લોકો સોનું ખરીદવાનું વિચારી રહ્યા છે તેઓએ વધારે ભાવે ખરીદી કરવી પડશે. જાણકારોની વાત કરીએ તો હવે સોનું સતત ઉંચા સ્તરે જશે. 2023માં સોનું 60000 રૂપિયા પ્રતિ ગ્રામને પાર કરી શકે છે.

ગોલ્ડ લોન લેવાથી થશે ફાયદો

સોનાના ભાવમાં વધારાથી એ લોકોને ફાયદો થશે જે ગોલ્ડ ફાયનાન્સ કે બેંકથી ગોલ્ડ લે છે. સોનામાં વધારાને કારણે સોના પર વધારે લોન મળી શકે છે. તેનાથી ગોલ્ડ લોન આપનારી કંપનીને પણ ફાયદો થશે. તેમની લોન ઓર્ડર બુકમાં વધારો કરશે અને માર્જિનમાં પણ સુધારો થશે.

સોનાની ચમક વધી

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ માર્ચ 2022માં $2,070 પ્રતિ ઔંસની ઊંચી સપાટીને સ્પર્શ્યા પછી નવેમ્બર 2022માં ઘટીને $1,616 પ્રતિ ઔંસની નીચી સપાટીએ આવી ગયા હતા, પરંતુ સોનાના ભાવ આ સ્તરોથી સુધરી રહ્યા છે. ઘણા નિષ્ણાતો 2023માં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત $2500 પ્રતિ ઔંસને સ્પર્શે તેવી અપેક્ષા રાખી રહ્યા છે. વૈશ્વિક રાજકીય સ્થિતિ મંદીની ચિંતા, ફુગાવો અને ક્રિપ્ટો એસેટ્સની માંગનો અભાવ, સોનાના ભાવમાં વધારો થવાનું કારણ માનવામાં આવે છે. વૈશ્વિક અનિશ્ચિતતાના સમયમાં સોનાને હંમેશા સલામત રોકાણ તરીકે જોવામાં આવે છે.

  • Follow us on: