• આ અઠવાડિયામાં ચાંદીએ સોના કરતાં વધુ વળતર આપ્યું
  • અખાત્રીજના દિવસે સોનાના ભાવમાં ઘણો વધારો જોવા મળ્યો
  • આખા અઠવાડિયામાં ચાંદીમાં રોકાણ કરનારને ચાંદી જ ચાંદી રહી

મે મહિનાના આ અઠવાડિયામાં છઠ્ઠી મેથી 12 મે સોનામાં રોકાણ કરનારને સારો એવો ફાયદો મળતો રહ્યો. અઠવાડિયાની શરૂઆતમાં સોનાના ભાવ વધતા જોવા મળ્યા. ત્યારબાદ આમાં ઘટાડો આવ્યો. ફરી પાછો ઘટાજો આવ્યો. રોકાણકારોને સૌથી વધુ ખુશી અખાત્રીજના દિવસે મળી હતી. જયારે આમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો. જ્યારે ચાંદીમાં રોકાણ કરનારને અઠવાડિયામાં ચાંદી જ ચાંદી રહી હતી. ચાંદીમાં સપ્તાહમાં એક દિવસ ઘટાડો આવ્યો હતો. બાકીના દિવસે ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો.

સોનાએ 1.81 ટકા વળતર આપ્યું છે

આ અઠવાડિયાની શરૂઆત સોનાની કિંમતમાં વધારા સાથે થઈ હતી. સપ્તાહની શરૂઆતમાં એટલે કે 6 મેના રોજ 24 કેરેટ સોનાની કિંમત 72,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. 12 મેના રોજ તેની કિંમત 73,360 રૂપિયા હતી. આવી સ્થિતિમાં, આ અઠવાડિયે તેમાં રૂ. 1310 (1.81 ટકા)નો વધારો થયો છે. જો આખા મહિનાની વાત કરીએ તો તેમાં લગભગ 2.50 ટકાનો વધારો થયો છે.

ચાંદીએ 3.57 ટકા વળતર આપ્યું

આ અઠવાડિયામાં ચાંદીએ રોકાણકારોને ખુશ કરી દીધા છે. સપ્તાહની શરૂઆત 1000 રૂપિયાના વધારા સાથે થઈ હતી. આ વધારા સાથે 6 મેના રોજ ચાંદીની કિંમત 84 હજાર રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ હતી. આ પછી ચાંદીના ભાવમાં સતત વધારો થતો રહ્યો. જો કે, 8 મેના રોજ ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો. આ પછી તેની કિંમતો ફરી વધવા લાગી. અખાત્રીજના દિવસે ભારે વધારો જોવા મળ્યો હતો. જોકે બીજા દિવસે એટલે કે શનિવારે તેમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. રવિવારે ચાંદીનો ભાવ 87 હજાર રૂપિયા પ્રતિ કિલો હતો. આવી સ્થિતિમાં આ સપ્તાહે ચાંદીના ભાવમાં 3000 રૂપિયા (3.57 ટકા)નો વધારો જોવા મળ્યો હતો.

સોનાના ભાવ વધી શકે છે

નિષ્ણાતોના મતે આવનારો સમય સોનાનો છે. આવતા અઠવાડિયે સોનાના ભાવમાં વધારો થઈ શકે છે. રિઝર્વ બેંક ઓફ અમેરિકા વ્યાજ દર ઘટાડવા જઈ રહી છે. તેની અસર ડોલર પર થશે જેની અસર સોનાના ભાવ પર પડશે. આવી સ્થિતિમાં સોનાની માંગ વધી શકે છે. કોઈપણ રીતે, તાજેતરના ભૂતકાળમાં સોનાના ભાવમાં ભારે વધારો થયો છે. ભારતીય રિઝર્વ બેંકે પણ તેના સોનાના ભંડારમાં વધારો કર્યો છે. બીજી તરફ, આ વર્ષે ફેબ્રુઆરીમાં ભારતમાં ગોલ્ડ ETFમાં 93 મિલિયન ડોલરનું રોકાણ કરવામાં આવ્યું હતું, જે છેલ્લા 6 મહિનામાં સૌથી વધુ છે.

  • Follow us on: