દશેરા-દિવાળીના પર્વને લઈ લોકો હોંશે-હોંશે સોના અને ચાંદીની ખરીદી કરી રહ્યા છે. જો તમે પણ આ વખતે ધનતેરસ પર સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ અથવા સોના અને ચાંદીમાં રોકાણ કરવાનું વિચારતા હોવ તો આ ખબર તમારી માટે છે. આજે બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. જ્યારે ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો.



દિવાળીના તહેવાર સુધી સોના-ચાંદીના ભાવમાં આવશે તેજી

દિવાળીના તહેવારો શરૂ થયા છે ત્યારબાદ તરત લગ્નસરા પણ શરૂ થઈ જશે. જેથી બજારમાં સોના અને ચાંદીની માંગ ધીમેધીમે વધવા લાગી છે. ગત કેટલાક દિવસોમાં સોના-ચાંદીના ભાવ વધ્યા છે. આજે ફરીથી વધારો ઝીંકાયો છે. લોકો લગ્ન અને તહેવારોને લઈ ખરીદી કરવાની શરૂ કરી દીધી છે. દીપાવલીના પ્રારંભ સુધી સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી શકે છે. આગામી દિવસો સુધી સોના અને ચાંદીના ભાવ નવી ઉંચાઈ પહોંચી શકે છે. 

છેલ્લા ઘણા દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, માર્કેટમાં છેલ્લા બે દિવસમાં સોના અને ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો થયો છે. છેલ્લા ત્રણ દિવસથી ગોલ્ડની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ હવે ફરીથી સોનાની કિંમતો સતત વધવા લાગી છે. જો તમે આજે સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજે 13 ઑક્ટોબરે સોના અને ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે. 

દિવાળીના તહેવાર ઉપર 500થી 1000 કરોડના ટર્નઓવરનો અંદાજ છે

નવરાત્રિ બાદ દિવાળી અને લગ્નસરાની સિઝનમાં સોના-ચાંદીના રેકોર્ડ વેચાણની વેપારીઓ અપેક્ષા રાખી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ધનતેરસ અને દિવાળી પર જ્વેલરી માર્કેટમાં સોના અને ચાંદીની માંગ વધી જાય છે. માંગ વધારવા માટે જ્વેલર્સ ગ્રાહકોને ઓફર પણ આપી રહ્યા છે. જેથી આ વખતે દિવાળી પર 500થી 1000 કરોડ રૂપિયાનો બિઝનેસ થવાની ધારણા છે. તેથી વેપારીઓ દ્વારા સોના-ચાંદીના દાગીના અને વસ્તુઓની માંગ વધી રહી છે.

મિસ્ડ કોલથી જાણો ભાવ

22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક રેટ જાણવા માટે મોબાઈલ નંબર-8955664433 ઉપર મિસ્ડ કોલ આપી શકો છે. થોડીવારમાં SMSથી નવા ભાવ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટસની જાણકારી માટે www.ibja.co અથવા તો ibjarates.com જોઈ શકો છો.

22 અને 24 કેરેટ સોનામાં શું અંતર છે?

24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધ હોય છે અને 22 કેરેટ લગભગ 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં 9 ટકા બીજા ધાતુઓ જેવી કે, તાંબુ-ચાંદી, ઝિંક મિક્સ કરી દાગીના તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું શાનદર હોય છે. પરંતુ તેના દાગીના નથી બનાવી શકાતા. જેથી મોટાભાગના વેપારીઓ 22 કેરેટ સોનું વેચતા હોય છે.

  • Follow us on: