- સોનાની કિંમતમાં 90 રૂપિયાનો વધારો
- ચાંદીની કિંમતમાં 113 રૂપિયાનો આવ્યો વધારો
- મિસ્ડકોલથી જાણી શકાશે ઘરેબેઠા લેટેસ્ટ ભાવ
ભારતીય સર્રાફા બજારમાં આજે 23 ફેબ્રુઆરી 2023ના રોજ સોના-ચાંદીની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે. દિલ્હીના સર્રાફા બજારમાં સોનાની કિંમતમાં 90 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તો ચાંદીની કિંમતમાં આજે 113 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. એચડીએફસી સિક્યોરિટીઝે આ જાણકારી આપી છે. દિલ્હીના સર્રાફા બજારમાં બુધવારે સોનાના ભાવ 90 રૂપિયાના વધારા સાથે 56350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યો છે. છેલ્લા કારોબારી સત્રમાં સોનું 56260 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીની કિંમત પણ 1173 રૂપિયાના વધારા સાથે 70054 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયું હતું.
આજે કેટલી વધી ચાંદીની કિંમત
આજે ચાંદીની કિંમત 113 રૂપિયા વધી છે અને સાથે 66083 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ. મળતી માહિતી અનુસાર દિલ્હીમાં સોનાની હાજર કિંમત 90 રૂપિયાના વધારા સાથે 56350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી છે.
વિદેશી બજારમાં સોનામાં વધારો
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું મજબૂતી સાથે 1841 ડોલર પ્રતિ ઓંસ થયું છે તો ચાંદી મામૂલી વધારા સાથે 21. 84 ડોલર પ્રતિ ઓંસ પર પહોંચ્યું છે.
મિસ્ડ કોલથી સોનાના ભાવ જાણવા સરળ
ઉલ્લેખનીય છે કે તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા જાણી શકાય છે. આ માટે તમારે 8955664433 પર કોલ કરવાનો રહેશે. તમારા ફોન પર મેસેજ આવશે. જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
ગોલ્ડ ઈટીએફથી જાન્યુઆરીમાં 199 કરોડ રૂપિયા કાઢ્યા
ઉલ્લેખનીય છે કે શેરબજારમાં વધારાનો લાભ લેવા માટે રોકાણકારોએ ગોલ્ડ ઈટીએફથી જાન્યુઆરીમાં 199 કરોડ રૂપિયાની નિકાસ કરી. આ સાથે જ ગોલ્ડ ઈટીએફથી નિકાસનો આ સતત ત્રીજો મહિનો રહ્યો. એમ્ફીના આંકડા અનુસાર રોકાણકારો દ્વારા ગોલ્ડ ઈટીએફથી ડિસેમ્બર 2022માં 273 કરોડ રૂપિયા અને નવેમ્બર 195 કરોડ રૂપિયાની નિકાસ કરાઈ હતી. આ પહેલા ગોલ્ડ ઈટીએફમાં ઓક્ટોબરમાં 147 કરોડ રૂપિયાનું રોકાણ થયું હતું.