• 15 મહિનાની FD પર સૌથી વધુ વ્યાજ મળશે
  • ICICI Bankએ વ્યાજદર 25 બેસિસ પોઈન્ટ સુધી વધાર્યા
  • બેંકે 2-5 કરોડ રૂપિયા સુધીની એફડી પર વ્યાજદરમાં કર્યો વધાર્યો

ICICI Bankએ બલ્ક એફડી પર વ્યાજ દરમાં એક મહિનામાં બીજી વાર વધાર્યો કર્યો છે અને ગ્રાહકોને ગિફ્ટ આપી છે. આ વખતે બેંકની તરફથી 25 બેસિસ પોઈન્ટનો વધારો કરાયો છે. આ સિવાય પ્રાઈવેટ સેક્ટરની યસ બેંકે પણ વ્યાજદર 0.50 ટકા સુધી વધાર્યો છે. પ્રાઈવેટ સેક્ટર્સની બેંક સતત ગ્રાહકોને ગિફ્ટ આપી રહ્યા છે. પહેલા એચડીએફસી બેંકે પોતાની એફડી પર વ્યાજદરમાં વધારો કર્યો છે તો આઈસીઆઈસીઆઈ બેંકે એકવાર ફરી એફડીના વ્યાજદરમાં વધારો કર્યો છે. બેંકની તરફથી એક મહિનામાં સતત બીજી વાર વધારો કરાયો છે. બેંકે 2 કરોડથી 5 કરોડ રૂપિયા સુધીની એફડી પર વ્યાજદરમાં વધારો કર્યો છે.

15 મહિનાની એફડી પર સૌથી વધારે વ્યાજ

આઈસીઆઈસીઆઈ બેંકે 0.25 ટકા કે 25 બેસિસ પોઈન્ટ સુધી વધારો કર્યો છે. આ પહેલા 7 ફેબ્રુઆરીએ પણ બેંકની તરફથી વ્યાજદર વધારાયા છે. ICICI Bankએ એફડી કરાવનારા ગ્રાહકોને હવે 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની એફડી પર 4.75 ટકાથી લઈને 7.15 ટકાના Interest Rate આપવામાં આવી રહ્યું છે. સૌથી વધારે વ્યાજ 15 મહિનાની ફિક્સ્ડ ડિપોઝિટ પર મળી રહ્યું છે.

ફેરફાર બાદ આ છે નવા રેટ

નવા દરના આધારે ICICI Bank એફડી પર ગ્રાહકોને 7-14 અને 15-29 દિવસની એફડી પર 4.75 ટકા, 30થી 45 દિવસ માટે 5.50 ટકા, 46થી 60 દિવસ માટે 5.75 ટકા, 61-90 દિવસ માટે 6 ટકા, 91-120 દિવસ અને 121-150 દિવસ માટે 184 દિવસ માટે 6.50 ટકા, 185-210, 211-270, 271થી 289 અને 290થી એક વર્ષથી ઓછા સમય માટે 6.65 ટકાના વ્યાજ આપવામાં આવી રહ્યા છે. આ સિવાય 1 વર્ષથી 389 દિવસ, 390થી 15 મહિનાથી ઓછા સમય માટે અને 15 મહિનાથી 18 મહિનાના સમય માટે 7.15 ટકા વ્યાજ મળશે.

HDFC Bankએ પણ વધાર્યા રેટ

આ પહેલા HDFC Bankએ પણ એફડી પર અપાતા વ્યાજદરમાં વધારો કર્યો છે અને ગ્રાહકોને ખુશ કર્યા છે. બેંકની તરફથી 7-14 દિવસથી 14 દિવસની એફડી પર 3 ટકા, 15-29 દિવસની એફડી પર 3 ટકા, 30-45 દિવસની એફડી પર 3.50 ટકા, 46-60 દિવસની એફડી પર 4.50 ટકા અને 61 દિવસથી 89 દિવસની એફડી પર 4.50 ટકાનું વ્યાજ મળશે. હવે બેંક 90 દિવસથી લઈને 6 મહિનાથી ઓછા સમય માટે એફડી પર 4.50 ટકા, 6 મહિના 1 દિવસથી લઈને 9 મહિનાથી ઓછા સમયની એફડી પર 5.75 ટકા અને 9 મહિના 1 દિવસથી લઈને 1 વર્ષથી ઓછા સમયની એફડી માટે 6 ટકા વ્યાજ મળશે.

Yes Bankએ પણ લીધો નિર્ણય

એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ બેંકના સિવાય યસ બેંકે પણ 2 કરોડ રૂપિયાથી ઓછા એફડી પર વ્યાજના દરમાં 25-50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. બેંકની વેબસાઈટ પર આપેલી માહિતી અનુસાર વિવિધ ગ્રાહકોને 3.15 ટકાથી 7.5 ટકા અને 3.75 ટકાથી 8 ટકા સુધીનું વ્યાજ મળી રહ્યું છે. બેંકે એફ્ડી પર વધારેલા વ્યાજ દર 21 ફેબ્રુઆરીથી લાગૂ કર્યા છે.  

  • Follow us on: