આ અઠવાડિયે સોના-ચાંદીના વાયદા કારોબારમાં તેજી જોવા મળીર હી છે. સોના અને ચાંદીના વાયદા ભાવ પાછલા બંધ ભાવ પર ખુલ્યા પરંતુ પછી તેમાં તેજીની સાથે કારોબાર કરવા લાગ્યો. આગળ જતા સોનાના વાયદા ભાવ 76,400 રૂપિયાની નજીક જ્યારે ચાંદીના વાયદા ભાવ 91,700 રૂપિયાની નજીક કારોબાર કરી રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. 



સોનાના વાયદા ભાવમાં તેજી

સોનાના વાચદા ભાવમાં તેજી જોવા મળી રહી છે. મલ્ટિ કોમોડિટી એક્સચેંજ પર સોનાનો બેંચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ આજે પાછલા બંધ ભાવ 76,360 રૂપિયાના ભાવે ખુલ્યો છે. છેલ્લે આ સમયે કોન્ટ્રાક્ટ 69 રૂપિયાની તેજીની સાથે 76,429 રૂપિયાના ભાવ પર કારોબાર કરી રહ્યો હતો. આ સમયે આને 76,429 રૂપિયાના ભાવ પર દિવસના ઉચ્ચ અને 76,360 રૂપિયાના ભાવે દિવસના નીચલા સ્તરને સ્પર્શ કર્યો હતો. સોનાના વાયદા ભાવે આ વર્ષે 76,630 રૂપિયાના ભાવ પર સર્વોચ્ચ સ્તરને સ્પર્શ કર્યો હતો. 

ચાંદીના ભાવ વધ્યા

એમસીએક્સ ઉપર ચાંદીનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ આજે રૂપિયા 91,623 ઉપર ખુલ્યો હતો. અગાઉના બંધ ભાવ પણ સમાન હતા. ત્યારબાદ આ છેલ્લે કોન્ટ્રાક્ટ રૂપિયા 56ના ઉછાળા સાથે રૂપિયા 91,679 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સમયે તે દિવસની ઊંચી સપાટીએ રૂપિયા 91,687 અને દિવસની નીચી સપાટી રૂપિયા 91,605 પર પહોંચ્યો હતો. આ વર્ષે ચાંદીના વાયદાના ભાવ રૂપિયા 96,493ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું મોંઘું, મંદી બાદ ચાંદીમાં પણ વધારો

આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના વાયદાના ભાવ વધારા સાથે શરૂ થયા છે. ચાંદીના વાયદામાં સુસ્ત શરૂઆત બાદ સુધારો જોવા મળ્યો હતો. કોમેક્સ પર સોનું 2,679.50 ડોલર પ્રતિ ઔંસ પર ખુલ્યું. અગાઉનો બંધ ભાવ 2,678.90 ડોલર પ્રતિ ઔંસ હતો. સમાચાર લખાય છે ત્યારે તે 5.20 ડોલરના વધારા સાથે 2,684.10 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યો હતો. કોમેક્સ પર ચાંદીનો વાયદો 31.68 ડોલર પર ખુલ્યો હતો, જે અગાઉનો બંધ ભાવ 31.75 ડોલર હતો. અને છેલ્લે 0.06 ડોલરના વધારા સાથે 31.82 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું.

મિસ્ડ કોલથી જાણો ભાવ

22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક રેટ જાણવા માટે મોબાઈલ નંબર-8955664433 ઉપર મિસ્ડ કોલ આપી શકો છે. થોડીવારમાં SMSથી નવા ભાવ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટસની જાણકારી માટે www.ibja.co અથવા તો ibjarates.com જોઈ શકો છો.

22 અને 24 કેરેટ સોનામાં શું અંતર છે?

24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધ હોય છે અને 22 કેરેટ લગભગ 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં 9 ટકા બીજા ધાતુઓ જેવી કે, તાંબુ-ચાંદી, ઝિંક મિક્સ કરી દાગીના તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું શાનદર હોય છે. પરંતુ તેના દાગીના નથી બનાવી શકાતા. જેથી મોટાભાગના વેપારીઓ 22 કેરેટ સોનું વેચતા હોય છે.

  • Follow us on: