• આ અઠવાડિયે સોના-ચાંદીના ભાવમાં વોલેટાલિટી જોવા મળી રહી છે
  • શેરબજારમાં અસ્થિરતાને લીધે ગોલ્ડ ઈટીએફ તરફ રોકાણકારોનું વલણ વધ્યું
  • મલ્ટિ કોમોડિટી એક્સચેંજ પર સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો

      

ખરમાસ સમાપ્ત થઈ ગયો છે. આ અઠવાડિયે સોના-ચાંદીના ભાવમાં વોલેટાલિટી જોવા મળી રહી છે. ક્યારેક સોના-ચાંદીના ભાવ વધ્યા છે તો કયારેક ઘટાડો નોંધાયો છે. શુક્રવારે પણ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. 12 જુલાઈએ સોનામાં આશરે 150 રૂપિયાનો ઘટાડો થયો છે. જ્યારે ચાંદીના ભાવમાં આશરે 500નો ઘટાડો થયો છે. જાણીએ આજે એમસીએક્સ પર સોના-ચાંદીના તાજા ભાવ શું ચાલી રહ્યા છે

મલ્ટિ કોમોડિટી એક્સચેંજ પર સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. આવામાં જો સોના અને ચાંદીના દાગીના બનાવવાનું વિચારતા હોવ તો એકવાર રેટ જરૂર ચેક કરી લો. મળતી માહિતી અનુસાર સોની બજારમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 69,000 રૂપિયા અને 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 72,450 નોંધાયો છે. જ્યારે ચાંદી પ્રતિ કિલો 99,990 રૂપિયાના ભાવથી વેચાઈ રહી છે.

 12 જુલાઈએ સોનાનો શું ભાવ છે?

મલ્ટિ કોમોડિટી એક્સચેંજ પર શુક્રવાર 12 જુલાઈએ પાંચ ઓગસ્ટની વાયદા ડિલીવરી વાળું સોનું 138 રૂપિયાના ઘટાડા સાથે 73173 રૂપિયાના દિવસના લો પ્રાઈસ પર વેપાર કરી રહ્યું છે, જ્યારે ચાર ઑક્ટોબરના વાયદા ડિલીવરી વાળું સોનું 113 રૂપિયાના ઘટાડા પછી 73608 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેટ પર ટ્રેંડ કરી રહ્યું છે.

ચાંદીના ભાવ ઘટયા

સોના સિવાય શુક્રવારે ચાંદીની કિંમતમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. 12 જુલાઈએ એમસીએક્સ પર પાંચ સપ્ટેમ્બરે વાયદા ડિલીવરી વાળી ચાંદી 568 રૂપિયા નબળી થઈ 93622 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેપાર કરી રહી છે, જ્યારે પાંચ ડિસેમ્બરની ફ્યૂચર ડિલીવરી વાળી ચાંદી 472 રૂપિયા ઘટીને 96386 રૂપિયા પ્રતિ કિલોના રેટ પર ટ્રેંડ કરી રહી છે.

આ અગાઉ 11 જુલાઈએ એમસીએક્સ પર પાંચ સપ્ટેમ્બરની વાયદા ડિલીવરી વાળી ચાંદી 94190 રૂપિયા પ્રતિ કિલોના ભાવ બંધ થઈ હતી. જ્યારે પાંચ ડિસેમ્બરની વાયદા ડિલીવરી વાળી ચાંદી 96858 રૂપિયા પ્રતિ કિલોના ભાવે બંધ થઈ હતી.

ગોલ્ડ ઈટીએફ તરફ રોકાણકારોનું વલણ

ઉલ્લેખનીય છે કે, થોડા મહિનામાં શેરબજારમાં અસ્થિરતાને લીધે રોકાણકારોએ પોતાનું વલણ Gold ETFs તરફ બદલી લીધું છે. સતત બીજા મહિને Gold ETFsમાં 700 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ થયું છે. જૂનમાં ગોલ્ડ ઈટીએફમાં કુલ રોકાણ 726.16 કરોડ રૂપિયા નોંધાયું છે. જ્યારે મે માસમાં 827.43 કરોડ રૂપિયાનું રોકાણ થયું હતું, જો કે એપ્રિલમાં 395.69 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા.

 

  • Follow us on: