• UPI પેમેન્ટ એપે લાવી દેશમાં ડિજિટલ ક્રાંતિ
  • UPI પેમેન્ટ એપ આવવાથી ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયા બની સરળ
  • 'ગુગલ પે' પરથી સરળતાથી હિસ્ટ્રી ડિલીટ કરી શકાય

દેશમાં જ્યારથી ડિજિટલ પેમેન્ટમાં લોકોની રુચિ વધી છે, ત્યારથી તેનાથી સંબંધિત પ્લેટફોર્મની સંખ્યામાં પણ વધારો થયો છે. આવી સ્થિતિમાં, 'ગુગલ પે' હંમેશા ટોપ એપ્સની યાદીમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. પેટીએમ અને 'ફોન પે'ની જેમ, 'ગુગલ પે'નો પણ ઘણો ઉપયોગ થાય છે. કોઈની સાથે રૂ. 1 કે લાખની લેવડદેવડ કરવી હોય, યુઝર્સ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે.

ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયા સરળ

UPI પેમેન્ટ એપ આવવાથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયા સરળ બની ગઈ છે, પરંતુ કેટલાક લોકો એ એપ દ્વારા કેટલાક ટ્રાન્ઝેક્શન કરે છે જેને તેઓ છુપાવવા માંગે છે. જો તમે એવા યૂઝર્સમાંના એક છો કે જેઓ તેમનો ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી ડિલીટ કરવા માગે છે, તો તમે 'ગુગલ પે' પરથી સરળતાથી હિસ્ટ્રી ડિલીટ કરી શકો છો.

'ગુગલ પે'ની હિસ્ટ્રી ડિલીટ કેવી રીતે કરવી

  1. સૌથી પહેલા તમારા ફોનમાં 'ગુગલ પે' એપ ખોલો.
  2. આ પછી, તમને ટોચ પર પ્રોફાઇલ ચિત્ર આઇકોન દેખાશે, તેના પર ક્લિક કરો.
  3. અહીં સેટિંગ્સનો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો.
  4. અહીં તમને પ્રાઈવસી અને સિક્યોરિટીનો વિકલ્પ મળશે, તેના પર ટેપ કરો.
  5. આ પછી ‘ડેટા એન્ડ પર્સનલાઇઝેશન’ વિકલ્પ પર ક્લિક કરો.
  6. ગૂગલ એકાઉન્ટ લિંક પર ક્લિક કર્યા પછી, એક નવી વિંડો સ્ક્રીન ખુલશે.
  7. અહીં તમને પેમેન્ટ ટ્રાન્ઝેક્શન્સ અને એક્ટિવિટીઝનો વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરો.
  8. જો તમે નીચે સ્ક્રોલ કરો છો, તો તમને 'ડિલીટ' વિકલ્પ દેખાશે, તેના પર ટેપ કરો.

'ગુગલ પે' ટ્રાન્ઝેક્શનની તારીખ

ઉપર દર્શાવેલ પ્રક્રિયાને અનુસર્યા પછી, તમે ટ્રાન્ઝેક્શન પ્રવૃત્તિને ડિલીટ કરવા માંગો છો તે તારીખ અથવા કલાકોની સંખ્યા પસંદ કરીને કાઢી શકો છો. અહીં તમને ઓન ટાઈમ અથવા કસ્ટમ રેન્જનો વિકલ્પ મળશે, જે તમને તમારી અનુકૂળતા મુજબ ટ્રાન્ઝેક્શન એક્ટિવિટી ડિલીટ કરવાની મંજૂરી આપે છે. આને પસંદ કર્યા પછી, તમે સરળતાથી ટ્રાન્ઝેક્શન પ્રવૃત્તિને કાઢી શકો છો.


  • Follow us on: