- નવા વ્યાજદર બેંકે 26 ઓક્ટોબર 2022થી લાગૂ કર્યા
- 2 કરોડ રૂપિયાથી ઓછી FD વાળાને મળશે લાભ
- 10 વર્ષ સુધીની કરાવી શકાશે એફડી
FDના નવા વ્યાજદરને બેંકે 26 ઓક્ટોબરથી લાગૂ કર્યા છે. બેંકની તરફથી કહેવાયું છે કે વધેલા વ્યાજ દરનો ફાયદો 2 કરોડથી ઓછાની એફડી કરાવનારાને મળશે. જો તમારું પણ આ બેંકમાં ખાતુ છે તો તમારે તમારુ મેલ આઈડી ચેક કરી લેવાની જરૂર છે. બેંકેં મંગળવારે સવારે ગ્રાહકોને ઈમેલની મદદથી જાણકારી આપી છે. સોમવારે સાંજે અને મંગળવારે સવારે ગ્રાહકોને ઈમેલ મળ્યો છે અને એફડી રેટને 5.45 ટકાથી વધારીને 6.25 ટકા કરી દેવાયા છે. આ 6.25 ટકાનું વ્યાજ કેટલીક શરતોના આધારે આપવામાં આવશે.
2 કરોડ રૂપિયાથી ઓછી એફડીવાળાને મળશે ફાયદો
બેંકની તરફથી દિવાળી પછી તરત જ વ્યાજ દરને વધારવાની જાહેરાત કરાઈ હતી. એફડીના નવા વ્યાજદરમાં ફેરફારને બેંકે 26 ઓક્ટોબર 2022થી લાગૂ કર્યા હતા. બેંકની તરફથી કહેવાયું છે કે આ વ્યાજદરનો લાભ 2 કરોડથી ઓછા રૂપિયાની એફડી કરાવનારાને મળશે. આ વખતે વ્યાજદરમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરાયો છે.
10 વર્ષ સુધીની કરાવી શકાશે એફડી
બેંકે કહ્યું કે આજે કરાયેલા વધારા બાદથી સામાન્ય ગ્રાહકોની 7 દિવસથી 10 વર્ષ સુધી મેચ્યોર થનારી એફડી પર 3 ટકાથી લઈને 6.25 ટકા સુધીનો ફાયદો મળશે. બેંક ગ્રાહકોને 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા આપે છે.
HDFC Bank FD Latest Rates
- 7 દિવસથી 14 દિવસ – 3 ટકા
- 15 દિવસથી 29 દિવસ – 3 ટકા
- 30 દિવસથી 45 દિવસ – 3.50 ટકા
- 46 દિવસથી 60 દિવસ – 4 ટકા
- 61 દિવસથી 89 દિવસ – 4.50 ટકા
- 90 દિવસથી 6 મહિના – 4.50 ટકા
- 6 મહિના 1 દિવસથી 9 મહિના – 5.25 ટકા
- 9 મહિના 1દિવસથી 1 વર્ષથી ઓછું – 5.50 ટકા
- 1 વર્ષથી 15 મહિના – 6.10 ટકા
- 15 મહિનાથી 18 મહિના – 6.15 ટકા
- 18 મહિનાથી 21 મહિના – 6.15 ટકા
- 21 મહિનાથી 2 વર્ષ – 6.15 ટકા
- 2 વર્ષ 1 દિવસ – 3 વર્ષ- 6.25 ટકા
- 3 વર્ષ 1 દિવસથી 5 વર્ષ – 6.25 ટકા
- 5 વર્ષ 1 દિવસથી 10 વર્ષ – 6.20 ટકા
સીનિયર સીટિઝન્સને મળે છે વધારે વ્યાજ
જો સીનિયર સીટિઝન્સની વાત કરવામાં આવે તો આ ગ્રાહકોને સામાન્ય નાગરિકની તુલનામાં 50 બેસિસ પોઈન્ટ વધારે વ્યાજ મળે છે. આજે થયેલા વધારા બાદ સીનિયર સીટિઝન્સને 7 દિવસથી 10 વર્ષના સમયની એફડી પર 3.5 ટકાથી 6.95 ટકા સુધીનું વ્યાજ મળશે.