દેશમાં જૂના ઈન્કમ ટેક્સ એક્ટના સ્થાને હવે કેન્દ્ર સરકાર નવો આવકવેરા એક્ટને જલ્દી લવાશે. નવા આવકવેરા અધિનિયમનો વ્યાપ આને સરળ બનાવવાનો છે. નાણાં મંત્રાલય ફેબ્રુઆરી-2025માં આગામી બજેટમાં આની જાહેરાત કરે તેવી શક્યતા પર વિચારણા કરી રહી છે. નાણાં મંત્રી આયકર અધિનિયમમાંથી બિનજરૂરી કલમો અને ઉપકલમોને નાબૂદ કરવાનું વિતારી રહી છે. જો કે, હાલ નાણાં મંત્રાલય આયકર અધનિયમમાં સુધારો કરવામાં વ્યસ્ત છે, જે બાદ નવું સંશોધન કરેલ કાયદો દેશમાં સામે આવશે. જો નવી સિસ્ટમ આવે તો ટેક્સપેયર્સ માટે મોટો ફેરબદલ ગણાશે. નાણાં મંત્રાલચ ટેક્સને લઈ સરળ પ્રક્રિયા બનાવવા બિનજરૂરી કલમો હટાવી શકે છે.
દેશમાં પ્રથમવાર ઈન્કમટેક્સ લાગુ થયો?
ઉલ્લેખનીય છે કે, દેશમાં ઈનકમ ટેક્સ સિસ્ટમ વર્ષ-1860માં સર જેમ્સ વિલ્સન દ્વારા લાગુ કરવામાં આવ્યો હતો, જે આઝાદી પહેલાના ભારતના નાણાં મંત્રી હતા. વર્ષ-1857ના સૈન્ય બળવાને લીધે સરકારને થયેલા નુકસાનની ભરપાઈ માટે આ વ્યવસ્થા લાગુ કરવામાં આવી હતી.
વર્ષ-1962માં લાગુ થયો ઈન્કમટેક્સ એક્ટ-1961
ઉલ્લેખનીય છે કે, ઈન્કમટેક્સ એક્ટ-1961 પહેલી એપ્રિલ વર્ષ-1962ના રોજ લાગુ કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધી આ આખા દેશમાં લાગુ છે. વર્ષ-2020માં એક નવા ટેક્સ સિસ્ટમનો પ્રારંભ થયો હતો. નાણાકીય વર્ષ-2023-24 અસેસમેન્ટ યર-2024-25 માટે 72 ટકા ટેક્સપેયર્સે આ નવી ટેક્સ સિસ્ટમ હેઠળ પોતાનું રિટર્ન દાખલ કર્યું હતું.
આગામી મહિને આ કામ થઈ જશે
નવા ઈન્કમટેક્સ એક્ટની સમીક્ષા અને આખરી ઓપ આપવાનું કામ આગામી મહિનામાં પૂર્ણ થઈ જશે. સુધારાનો હેતુ ટેક્સ સંહિતાને વધુ વ્યાપક બનાવવી. વધુ ભાર વગરનું કરવાનું અને ટેક્સપેયર્સ માટે સ્પષ્ટતામાં સુધાર કરવાનો છે. આ ફેરબદલ હેઠળ એક્સપેંડેંચર, રોકાણ, હોલ્ડિં, સંપત્તિ નવા નવા કોષ્ટકો રજૂ કરવામાં આવશએ. આવક સ્ત્રોત માટે તપાસની પ્રક્રિયા પણ રજૂ થઈ શકે છે.
ટેક્સ સિસ્ટમને જેમ બને તેમ સરળ બનાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વાત પર ધ્યાન રાખી રહ્યા છે કે વધુને વધુ લોકો ટેક્સના વ્યાપમાં આવે અને આ કારણ છે કે સરકાર નવી ટેક્સ વ્યવસ્થા લઈને આવી.
નવી સિસ્ટમ હેઠળ પ્રતિક્રિયાઓ માંગવામાં આવી
નવી ટેક્સ સિસ્ટમને લઈ નાણાં મંત્રાલયે આની પર સમીક્ષા કરી રહી છે અને નિષ્ણાતોની સાથે કાઉન્સેલિંગ કરી રહી છે. આ અંગે એવી પણ જાણકારી છે કે ટેક્સ દાખલ કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા એક મોટી પ્રતિક્રિયા મળી છે. આશરે તમામ પ્રતિક્રિયાઓમાં ટેક્સ દાખલ કરવો સરળ બનાવવો અને પાલન કરવા ભાર ઓછો કરવા વિનંતી કરાઈ છે.