ઓપરેશન સિંદૂર દ્વારા ભારત પાકિસ્તાનને ઘૂંટણિયે લાવ્યું. આજે ભારત જાપાનને પછાડી વિશ્વની ચોથી અર્થવ્યવસ્થા બની ગયુ છે. ભારતના કારનામાથી ચીન પણ થથરી ગયું છે. ભારતે સાબિત કર્યું છે શાંતિનો સંદેશ આપનાર ભારત સમય આવે ત્યારે આતંકવાદી હોય કે દુશ્મન તેમને તેમની ઓકાત બતાવે છે. ચીનને પછાડવા માટે ભારતે મિસાઈલ જેવા ભારેભરખમ યુદ્ધ શસ્ત્રો કાઢવાની જરૂર નથી. ફક્ત નાની વસ્તુઓ ચીનને બરબાદ કરવામાં મોટો ભાગ ભજવી શકે છે.
વ્યાપારિક સંબંધોની રણનીતિમાં બદલાવ
છેલ્લા કેટલાક સમયમાં સામે આવ્યું છે કે ભારતે ચીન સાથે વ્યાપારિક સંબંધોની રણનીતિમાં બદલાવ કર્યો છે. ચીનમાંથી મંગાવવામાં આવતી વસ્તુઓમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે કે એવી વસ્તુઓ જે ભારતમાં બને છે છતાં ચીનમાંથી આયાત કરાય છે તેમાં મહદઅંશે ઘટાડો કર્યો છે. હાલમાં ભારતના ચીન સાથેના વેપારમાં અંદાજે 8 લાખ કરોનો ઘટાડો થયો છે. ભારતે પ્લાસ્ટીક, રબર, ટેક્સટાઈલ, પેપર ગુડસ, લાકડા જેવી પ્રોડ્કટસની આયાત કરે છે. જો ભારત આ વસ્તુઓની ચીનમાંથી કરાતી આયાત બંધ કરે તો બજાર અંદાજ મુજબ 54,000 કરોડનું ચીનને નુકસાન થઈ શકે છે.
ભારતની વિકાસની હરફાળ
ચીનને પછાડવા અને વિકાસની હરફાળ ભરવા ભારતે ચીનમાંથી આયાત કરાતી વસ્તુઓમાં ઘટાડો કરવો જોઈએ. આ સાથે આપણે જે વસ્તુઓ માટે ચીન પર નિર્ભર છીએ તેને સરળતાથી ભારતમાં બનાવી શકીએ છીએ. અત્યારે ચીનમાંથી પેન, બટન જેવી રોજિંદા ઉપયોગમાં લેવાતી નાની વસ્તુઓની આયાત કરીએ છીએ.
ભારત 2023-24માં ચીનથી લગભગ 7,521 પ્રકારના ઉત્પાદનો આયાત કર્યા હતા. આ વસ્તુઓ સામેલ.
- 54,278 કરોડ રૂપિયાના પ્લાસ્ટિક અને રબર ઉત્પાદનો
- 42,305 કરોડ રૂપિયાના કાપડ ઉદ્યોગ
- 7,411 કરોડ રૂપિયાના કાગળ આધારિત ઉત્પાદનો
- 2,205 કરોડ રૂપિયાની લાકડાની વસ્તુઓ
- 18,769 કરોડ રૂપિયાના પથ્થર અને કાચ સંબંધિત ઉત્પાદનો
ચીન પર નિર્ભરતા ઘટાડી શકાય
ચીનમાંથી આવી વસ્તુઓની નિકાસ ભારતના અર્થતંત્રને નુકસાન કરી રહી છે. માટે ચીન પરની નિર્ભરતા ઘટાડવા આપણે દેશમાં જ આ વસ્તુઓનું બનાવવી જોઈએ. જો આમ કરવામાં આવે તો ચીનને કરોડોનું નુકસાન થવાની સંભાવના છે. સંભવત આ રીતે ચીનને આપણે આર્થિક મોરચે હાર આપી શકીએ છીએ.
પીએમ મોદીની અપીલ
જણાવી દઈએ કે પીએમ મોદીએ પોતાના એક સંબોધનમાં લોકોને અપીલ કરી હતી કે આપણે દેશમાં બનતી વસ્તુઓનો વધુ ઉપયોગ કરવા જોઈએ. આ સાથે પરોક્ષ રીતે ઇશારો પણ કર્યો કે નાની આંખવાળા પર વિશ્વાસ રાખવા જેવો નથી. આ સાથે પીએમ મોદીએ એમ પણ કહ્યું કે ઓપરેશન સિંદૂરમાં ભારતના સ્વદેશી શસ્ત્રોની તાકાત ફક્ત પાકિસ્તાન નહીં પરંતુ આખી દુનિયાએ જોઈ છે. આપણે સ્વદેશી વસ્તુઓના ઉપયોગમાં પાછળ છીએ તેમ કહેતા ભારતમાં નિર્માણ થતી અને ઉત્પાદિત થતી વસ્તુઓના ઉપયોગ કરવાનું સૂચન કર્યું.